મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

બૈરુતમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ અને ભીષણ આગથી ભારતીય મૂળની પત્રકાર આંચલ વોહરા ઈજાગ્રસ્ત : વોઇસ ઓફ અમેરિકાના સંવાદદાતા તરીકે બૈરુતમાં કાર્યરત મહિલાએ હોસ્પિટલના બિછાનેથી અહેવાલ આપ્યો

બેરૂત : લેબનાનની રાજધાની બૈરુતમાં મંગળવારે સાંજે થયેલા બોમ્બબ્લાસ્ટ અને તેનાથી ફાટી નીકળેલી ભીષણ આગને કારણે ભારતીય મૂળની પત્રકાર આંચલ વોહરા ઈજાગ્રસ્ત થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આંચલ વોહરા ભારતના મેરઠની વતની છે.તથા ત્યાંજ તેનો ઉછેર થયો છે.અને તેણે અભ્યાસ પણ ત્યાં જ કર્યો છે.તેના માતાપિતા હજુપણ મેરઠમાં જ રહે છે.
આંચલ વોઇસ ઓફ અમેરિકાની સંવાદદાતા છે.અને બૈરુતમાં રહીને મિડલ ઇસ્ટ તથા સાઉથ એશિયાના ન્યુઝ અમેરિકા મોકલે છે.

તેણે હોસ્પિટલના બિછાનેથી ટ્વીટ કરી આપેલા અહેવાલ મુજબ તેના ઘર ઉપર બૉમ્બ બ્લાસ્ટ થતા તે ખુબ દાઝી ગઈ છે.અને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઇ છે.

ઉલ્લેખનીય છે કે ફટાકડાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને બૉમ્બ બ્લાસ્ટ જેવા અવાજોથી વિસ્તાર ગાજી ઉઠ્યો હતો.

(1:58 pm IST)