મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાબતે મુખ્યમંત્રી રૂપાણી ફૂલ એકશન મૉડમાં: તાત્કાલિક તપાસના આદેશો - ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરાશે : તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ : ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ

મૃતકોના પરિવારને મુખ્યમંત્રી દ્વારા 4-4 લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી અપાશે, અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર : ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીતરફથી સૂચના

ગાંધીનગર :::રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ રચી છે. 

આમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ ની આગ દુઘર્ટનામાં  દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી  રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.

(1:28 pm IST)