મુખ્ય સમાચાર
News of Monday, 6th August 2018

વિદેશી પ્રવાસીઓને GSTમાં નહીં મળે રાહત:સરકારે જોગવાઈ લાગુ કરી નથી: નાણામંત્રાલયનો જવાબ

આરટીઆઈ અંતગર્ત પૂછવામાં આવતા નાણાંમંત્રલએ કર્યો ખુલાસો

નવી દિલ્હી :વિદેશથી આવનારા પ્રવાસીઓને અહીંથી વસ્તુઓની ખરીદી અને તેને પોતાની સાથે લઇ જવા પર જીએસટી રિફન્ડ મળવાની શકાયતા નહિવત છે સરકારે એકીકૃત વસ્તુ અને સેવા કર (આઇજીએસટી) કાયદા સંબંધિત જોગવાઇઓને લાગુ નથી કરેલ. નાણાંમંત્રાલયે સૂચનનાં અધિકાર કાયદા અંતર્ગત પૂછવામાં આવેલ જવાબમાં આ વાત કરી છે.

   આવેદનમાં વિદેશી નાગરિક દ્રારા ભારતમાં ખરીદવામાં આવેલ સામાન પર જીએસટી રિફન્ડની પ્રક્રિયાને વિશે વિગતો માંગવામાં આવી હતી. કેટલાંક પશ્ચિમી દેશ વિદેશી નાગરિકો દ્વારા ખરીદવામાં આવેલ સામાન પર કેટલાંક કરોને પરત કરે છે.

    કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ એક ખાનગી ચેનલને આરટીઆઇનાં નિવેદન પર પૂછવામાં આવેલ સવાલનાં જવાબમાં એમ જણાવ્યું કે, આઇજીએસટીની કલમ 15ને હજી સુધી લાગુ કરવામાં નથી આવેલ. જેથી વિભાગ પાસે આ વિશે કોઇ જ સૂચના પણ નથી.

   સંબંધિત કલમ અનુસાર એક વિદેશી નાગરિક દ્વારા ભારતમાં ખરીદવામાં આવેલ સામાન અને તેને પોતાની સાથે લઇ જવા પર ચૂકવણી કરવામાં આવેલ એકીકૃત કરને રિફન્ડ કરવામાં આવશે. આને નિર્ધારિત ઉપાયો અને શરતો અંતર્ગત રિફન્ડ કરવામાં આવશે.

(11:23 pm IST)