મુખ્ય સમાચાર
News of Monday, 6th August 2018

'સંપર્કઃ ફોર અભિયાન 'અંતર્ગત ધોનીની મુલાકાત કરતા અમિતભાઇ શાહ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મનોજ તિવારી રહ્યાં હાજર :બુકલેટ આપીને ભાજપ-સરકારની સિદ્ધિઓથી અવગત કરાયા

નવી દિલ્હી :સંપર્ક ફોર સમર્થન અંતર્ગત ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહે રવિવારે કેપ્ટન કુલ તરીકે ઓળખાતા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોની સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દિલ્હીમાં યોજાઇ હતી. જ્યારે અત્યાર સુધી મોટે ભાગે નેતાએ સેલેબ્રિટીના ઘરે જઇને મુલાકાત યોજી છે.

  ધોનીને મળીને શાહે તેમને કેન્દ્ર સરકારના કામકાજ ગણાવ્યા હતા અને એવા જ પ્રકારનું એક પુસ્તક પણ ભેટ આપ્યું હતું. આ મુલાકાતમાં અમિતભાઈ  શાહ ઉપરાંત ઝારખંડના ભાજપ સાંસદ સરોજ પાંડે અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પણ હાજર રહ્યા હતા. 

   અત્રે ઉલ્લેખનીય છે કે અમિતભાઇ શાહ સંપર્ક ફોર સમર્થન દ્વારા દેશની જાણીતી હસ્તીઓને ખુદ મળીને સંપર્ક કરવાની કોશિશ કરે છે. આ પહેલા 22 જુલાઈના રોજ લતા મંગેશકર સાથે તેના ઘરે મુલાકાત કરી હતી. શાહ અભિયાન અંતર્ગત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.

 

(9:37 am IST)