મુખ્ય સમાચાર
News of Monday, 6th July 2020

ઇન્ડિયન અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ ઉપર ખોટા બીલો મુકવાના આરોપમાં સમાધાન : 57 વર્ષીય કાર્ડીઓલોજીસ્ટ એન્ની વર્ગીસ અને 64 વર્ષીય બાબુ વર્ગીસ 4 લાખ ડોલર ચૂકવવા સંમત થયા

ટેક્સાસ : ટેક્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ 57 વર્ષીય એન્ની વર્ગીસ તથા 64 વર્ષીય બાબુ વર્ગીસ ઉપર ખોટા બીલો મુકવાનો આરોપ લગાવાયો હતો.જે અંતર્ગત  સરકારના હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રોગ્રામમાં આવતા સીનીઅર સિટિઝનોના બિનજરૂરી ટેસ્ટ કરાવવાનો તથા પોતે હાજર ન હોય તેવા દિવસોમાં પણ બિલ મૂકી રકમ લીધી હોવાના આરોપ હતા.
ઉપરોક્ત બાબતે બંને ઇન્ડિયન અમેરિકન 4 લાખ ડોલર ચૂકવવા સંમત થયા હતા.પરિણામે કેસનું સમાધાન કરી લેવામાં આવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)