મુખ્ય સમાચાર
News of Monday, 6th July 2020

નેપાળના પ્રાઈમ મિનિસ્લ્ટર ઓલીની ખુરસી વધુ બે દિવસ માટે સલામત : સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક બુધવાર સુધી સ્થગિત

કાઠમંડુ : નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીની ખુરશી વધુ બે દિવસ માટે સલામત થઇ છે.આજ સોમવારે મળનારી સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ અગાઉ શનિવારે ઓલીના ભવિષ્યનો ફેંસલોઃ કરવા માટે આ બેઠક મળવાની હતી જે સોમવાર સુધી મુલતવી રખાઈ હતી અને હવે વધુ બે દિવસ માટે મુલતવી રખાઈ છે જે માટેનું કારણ જાહેર કરાયું નથી.
ઉલ્લેખનીય છે કે ઓલી વિરુદ્ધ ખુદ તેમની પાર્ટીમાં જ વિરોધ થઇ રહ્યો છે.જે તેમના ભારત વિરોધી બયાનો માટે છે.

 

(2:24 pm IST)