મુખ્ય સમાચાર
News of Monday, 6th July 2020

પહેલા મરઘી આવી કે ઈંડુ? વિશ્વાસ નહીં આવે પણ ઓડિશામાં સાચ્ચે જ મરઘીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

ભુવનેશ્વર,તા.૬:પહેલા મરધી આવી કે ઈંડુ- આ કહેવતને તમે ઘણી વાર સાંભળી હશે, પણ શું તમે કયારેય એવુ સાંભળ્યુ છે કે, મરઘીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો હોય. જી હા..આવુ જ કંઈક બન્યુ છે ઓડિશાના નુઆપાડામાં, જયાં એક મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપતા લોકોમાં આશ્યર્ય ફેલાયુ છે.

ઘટના એવી છે કે, નુઆપાડા જિલ્લાના ઈચ્છાપુર ગામમાં અંબિકા માંઝીના ઘરે એક મરધીએ બચ્ચાને જન્મ આપ્યો છે. જો કે, જન્મના ૧૦ મીનિટની અંદર જ બચ્ચાનું મોત થઈ ગયું હતું. આ મરધી સાથે જ પોતાના ૯ ઈંડાને સેવવાનું કામ કરી રહી હતી.

આ દરમિયાન મરધી તે જગ્યાએથી ઉઠીને બીજી જગ્યા જતી રહી. ઘણા સમય સુધી ત્યાંથી હટી નહીં તો લોકોએ જઈને જોયુ. તો ત્યાં મરધીએ એક બચ્ચાને જન્મ આપ્યો હતો. લોકોએ આસપાસમાં જોયુ પણ ખરુ કે, કયાંક તૂટેલુ ઈંડુ છે તો નહીં ને. જો કે, આવુ કશું મળ્યુ નહીં.

આ ઘટના પર ત્યાંના મુખ્ય પશુ ડોકટરોએ કહ્યુ હતું કે, તેમણે આવી દ્યટના પહેલા કયારેય જોઈ નથી.ડોકટર્સના જણાવ્યા અનુસાર બની છે કે, મરધી ઈંડુ આપે તે પહેલા તેના પ્રજનન તંત્રમાં ઈંડુ વિકસીત થયુ હોય અને બહાર બચ્ચાને જન્મ આપ્યો હોય. તેમણે કહ્યુ હતું કે, શરીરથી ઈંડુ બહાર આવ્યા બાદ ૨૧ દિવસ સુધી તે સેવે છે. જેનાથી બચ્ચાનો જન્મ થાય છે.

(11:03 am IST)