મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

ઉન્નાવમાં ત્રણ યુવકો મહિલાને જંગલમાં ઢસડી ગયા : વીડિયો બનાવી કર્યો વાયરલ

મહિલા ભૈયા એસા મત કરોની બૂમો પાડતી રહી

લખનૌ તા. ૬ : એ મહિલા બૂમો પાડતી રહી. તેને છોડી દેવા માટે વિનંતી કરતી રહી. છોડી દેવા ભીખ પણ માંગી. એ ત્રણ હેવાને ન માન્યા. તેઓ મહિલાની છેડતી કરતા રહ્યાં. જયારે ચોથો વ્યકિત આ સમગ્ર કાંડનો વીડિયો ઉતારતો રહ્યો. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની એક વીડિયો કિલપ ઇન્ટરનેટ પર ફરી રહી છે. પોલીસ હાલ આ કિલપ અંગે તપાસ કરી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલ વિસ્તારમાં ત્રણ યુવકોઓ એક મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યા છે. જયારે મહિલા 'ભૈયા, મત કરો' તેને છોડી દેવાની ભીખ માંગી રહી છે. ત્રણેય યુવકો તેની સાથે ધરપકડ ખરાબ વર્તન કરી રહ્યા છે, તેને સ્લીપરથી મારવાની ધમકી આપી રહ્યા છે. એક વ્યકિતને એવું કહેતો પણ સંભળાઈ રહ્યો છે કે, 'અમે આ વીડિયો વયારલ કરીશું.'

રિપોર્ટ્સ પ્રમાણે ગંગાઘાટ ગામ ખાતે ચારેક લોકોએ મહિલાને તેના ઘરમાંથી ઢસડીને બહાર કાઢી હતી. બાદમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

પોલીસે આ કેસમાં વીડિયો બનાવીને વાયરલ કરનાર રાહુલ નામના એક વ્યકિતની ધરપકડ કરી લીધી છે. જયારે આ કેસમાં મહિલાની છેડતી કરનાર આકાશ નામના વ્યકિતની પોલીસે ત્રીજી જુલાઈના રોજ ચોરીના કેસમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં પોલીસે મહિલાની છેડતી કરનાર તમામ લોકોની ઓળખ પણ કરી લીધી છે.

ઉન્નાવના પોલીસ અધિકારી અનૂપ સિંઘે જણાવ્યું હતું કે, 'ઉન્નાવમાં ત્રણ યુવકો એક મહિલાની છેડતી કરી રહ્યા હોય તેવો વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે વીડિયો કઈ જગ્યાનો છે તેની તપાસ કરી રહ્યા છીએ. અમારી ટીમ આ અંગે કામ કરી રહી છે. એક વખત આરોપીઓની ઓળખ કરી લેવામાં આવ્યા બાદ તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે.'

નોંધનીય છે કે ગત મહિને ઉન્નાવમાં જ એક નવ વર્ષની બાળકી પર ૨૫ વર્ષના યુવકે બળાત્કાર ગુજાર્યાો હતો. એપ્રિલમાં ૧૬ વર્ષની એક કિશોરીએ બીજેપીના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ અંગે કોઈ પગલા લેવામાં ન આવતા યુવતીએ સીએમ યોગી આદિત્યનાથના ઘર બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.(૨૧.૩૧)

(3:47 pm IST)