મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

૫૦ કરોડ ભારતીયોને મોદી કેર હેઠળ લાવવાની તૈયારીમાં સરકાર

૨૦૧૯ની તૈયારીઃ ઓગસ્ટમાં લોન્ચ થશે

નવીદિલ્હી, તા.૬: ૨૦૧૯ની સામાન્ય ચુંટણી પહેલા ૫૦ કરોડ ભારતીયોને સ્વાસ્થ્ય વીમાના દાયરામાં લાગવાના મોદી સરકારના પ્રયત્નોની સામે અનેક પડકારો ઉભા છે 'ઓબામા કેર' ની તર્જ પર મોદી કેર(આયુષ્માન ભારત)નામથી ફેમસઆ મહત્વાકાંશ્રી કાર્યક્રમની ઘોષણા કર્યાના અંદાજે પ મહિના  વીતી ગયા છે. સરકાર હજુ પણ હોસ્પિટલ અને ઇન્સ્લોરન્સ કંપનીઓની સાથે સાંઠગાઠ કરી રહી છે. સરકારે ઓગસ્ટમાં તેનું લોન્ચિંગનું લક્ષ્ય રાખ્યું છે જેટલી મોટી આબાદીને ઇન્શ્યોર્ડ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે તે સમગ્ર સાઉથ અમેરીકા દેશોની વસ્તીથી પણ વધું છે.

બ્લુમબર્ગના રીપોર્ટના જણાવ્યા મુજબ મોદી કેરનું લક્ષ્મ દેશના ૪૦ ટકા ગરીબોને સ્વાસ્થ્ય સંગઠન ના રીપોર્ટના જણાવ્યા મુજબ દેશમાં સ્વાસ્થય પર વધેલા ખર્ચને પર કરોડથી વધુ લોકોને ગરીબી રેખા નીચે ધકેલવામાં આવ્યા છે. બીજીબાજુ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળે મોદી સરકાર પર ગરીબોની સરખામણીએ ઉદ્યોગપતિઓને વધુ ધ્યાન લગાવાનો આરોપ લગાવીને સતત નિશાન સાધી રહ્યા છે.

એવામાં મોદી સરકાર આ યોજનાને લાભાર્થિઓની ઓળખાણ થઇ ચુકી છે અને આઇટી ઇન્ફાસ્ટ્રકચર પણ તૈયાર થઇ ગયું છે પરંતુ આ પ્રોજેકટના ચીફ એઝિકયુટીવ ઇંંદુ તુષણનું કહેવું છે કે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો તેમજ ઇન્સ્યોરન્સ કંપનીઓને તેમા સામેલ કરવાની પ્રક્રિયાને અંતિમરૂપ આપવાનું હજું બાકી છે.

(3:49 pm IST)