મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

SBIએ શરૂ કરી સેવા : હવે ફેસબુક - ટ્વિટરથી પણ મોકલી શકશો પૈસા!

નવી દિલ્હી તા. ૬ : SBI પોતાના ગ્રાહકોને સારી અને ફાસ્ટ સર્વિસ આપવા માટે જાણીતી છે. આ અંતર્ગત SBIએ એક શાનદાર સર્વિસ શરૂ કરી છે, જેના દ્વારા તમે તમારા ફ્રેંડ્સને હવે ફેસબૂક અને ટ્વિટર દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકશો. આ તમે SBIની એપ દ્વારા કરી શકશો. આ સર્વિસથી તમે ફેસબૂક પેજ અને ટ્વિટર હેન્ડલ દ્વારા માત્ર પૈસા જ નહીં પરંતુ બેલેંસ ચેક કરવા સહિત લાસ્ટ પાંચ ટ્રાન્જેકશનની પણ જાણકારી મેળવી શકશો. તો જોઈએ કેવી રીતે કરી શકાશે લેવડ-દેવડ.

આના માટે તમારે આ એપ ડાઉનલોડ કરવી પડશે - સોશિયલ મીડિયા દ્વારા બેંકિંગને સંભવ બનાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે 'SBI મિંગલ એપ' લોન્ચ કરી છે. આ SBIની સોસિયલ બેંકિંગ એપ છે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.

આવી રીતે કરી શકાશે ઉપયોગ - આ એપનો ઉપયોગ શરૂ કર્યા પહેલા તમારે રજિસ્ટર કરવાનું રહેશે. આના માટે જેવી તમે એપ શરૂ કરશો, તેમાં યૂઝરનું ઓપ્શન આવશે. આના પર તમારે કિલક કરી તમારે તમારી ડિટેલ રજિસ્ટર કરવાની રહેશે. ત્યારબાદ 'Continue with Facebook'ના વિકલ્પ પર કિલક કરવાનું રહેશે.

બીજુ સ્ટેપ - આ ઓપ્શન પર કિલક કર્યા બાદ તમારે તમારા ફેસબૂક યૂઝર નેમ અને પાસવર્ડથી લોગ ઈન કરવાનું રહેશે. જેવા તમે આગળ વધશો, તો તમને તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડની ડિટેલ માંગવામાં આવશે.ત્યારબાદ, તેને વેલિડેટ કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંક તરફથી ઓટીપી મોકલવામાં આવશે. આને એંટર કર્યા બાદ પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યરબાદ એપ દ્વારા લેવડ-દેવડ કરી શકશો.

પે ટૂ એકાઉન્ટ ફિચર દ્વારા તમે તે લોકોને પૈસા મોકલી શકશો, જેમને તમે તમારા ખાતા સાથે બેનિફિસિયરી સાથે જોડ્યા છે. જો, તમે ફેસબૂક દ્વારા પૈસા મોકલવા માંગો છો, તો બીજુ ઓપ્શન તમારા માટે છે. ફેસબૂક દ્વારા પૈસા મોકલવા માટે તમારે ફેસબૂક પર લોગ ઈન કરવાનું રહેશે. અહીં તમને એસબીઆઈના અધિકારિક ફેસબૂક પેજ પર જઈ એસબીઆઈ મિંગલ પર જવાનું રહેશે. જેવું પેજ ખુલશે, તમારે એપ લોન્ચ કરવાની રહેશે.ફેસબુક દ્વારા - જો તમે ફેસબૂક દ્વારા બેંકિંગ લેવડ-દેવડ કરવા માંગો છો, તો આના માટે તમારે એસબીઆઈ મિંગલના ફેસબૂક પેજ પર જવાનું રહેશે. આના દ્વારા એપમાં લોગ ઈન કરીને પૈસા ટ્રાંસફર કરી શકશો. આ પૈસા તમે પહેલાથી જ જોડેલ બેનફિશિયરીને મોકલી શકો છો. આ સિવાય નવા બેનિફિશિયરી પણ જોડી શકો છો.ટ્વિટર દ્વારા - આજ રીતે ટ્વીટરથી પૈસા મોકલવા માટે અથવા પોતાના ખાતાને લઈ અન્ય જાણકારી મેળવવા માટે તમારે કેટલાક નક્કી કરેલ હૈશટેગનો ઉપયોગ કરવો પડશે. આ હૈસટેગનું લીસ્ટ તમે https://www.sbi.co.in/sbimingle/ પર જઈને જોઇ શકો છો.

(3:46 pm IST)