મુખ્ય સમાચાર
News of Sunday, 6th June 2021

ચીનના વુહાનની લેબમાં થી જ કોરોના વાયરસ બહાર નીકળ્યો હતો

ભારતીય વૈજ્ઞાનિકોએ ચીનને આપ્‍યો ઝટકો

પૂણે: કોરોના વાઈરસની ઉત્પત્તિને લઈને ચીન સમગ્ર વિશ્વના નિશાના પર છે. હવે ભારતીય વૈજ્ઞાનિક દંપતીએ દાવો કર્યો છે કે, કોરોના વાઈરસ ચીનની વુહાન લેબમાંથી જ લીક થયો હતો

પૂણેમાં રહેતા વૈજ્ઞાનિક દંપતી ડૉ રાહુલ બાહુલિકર અને ડો મોનાલી રાહલકરે વિશ્વના અલગ-અલગ દેશોમાં બેઠેલા અજાણ્યા લોકોની સાથે મળીને ઈન્ટરનેટ પરથી આ સંદર્ભે પુરાવા એકત્ર કર્યાં છે. જે લોકોએ ઈન્ટરનેટથી પુરાવા એકત્ર કર્યાં છે, તેઓ પત્રકાર, ઈન્ટેલિજન્સ એજન્સીઓના લોકો નથી, પણ અજ્ઞાત છે. જેમનો મુખ્ય સ્ત્રોત ટ્વીટર સહિત અન્ય ઑપર સોર્સ છે.

આ લોકોએ પોતાના ગ્રુપને ડેસ્ટિક (ડીસેન્ટ્રલાઈઝ્ડ રેડિકલ ઑટોનૉમસ સર્ચ ટીમ ઈન્વેસ્ટિગેટિંગ કોવિડ-19) નું નામ આપ્યું છે. આ લોકોનું માનવું છે કે, કોરોના ચીનના મચ્છી બજારમાંથી નહીં, પરંતુ વુહાનની લેબમાંથી તૈયાર થઈને લીક થયો છે. તેમની આ થિયરીને ષડયંત્ર ગણાવીને ફગાવી દેવામાં આવી હતી, પરંતુ હવે દુનિયાનું ધ્યાન તેમના તરફ ખેંચાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ સંદર્ભે તપાસના આદેશ આપ્યા છે.

આ લોકો ચાઈનીઝ ડોક્યુમેન્ટનું ભાષાંતર કરીને પોતાના સ્તરે તેની તપાસ કરી રહ્યાં છે. ચાઈનીઝ એકેડેમિક પેપર અને ગુપ્ત ડોક્યુમેન્ટ મુજબ, તેની શરૂઆત 2012થી થાય છે. તે સમયે 6 ખાણ શ્રમિકોને યન્નાનના મોજિયાંગમાં તે માઈનસાફ્ટને સાફ કરવા મોકલવામાં આવ્યા હતા, જ્યાં ચામાચીડિયાનો આતંક હતો. જ્યાં આ શ્રમિકોના મોત થઈ ગયા. વર્ષ 2013માં વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીના ડાયરેક્ટર ડો શી ઝેંગલી અને તેમની ટીમ માઈનશાફ્ટથી સેમ્પલ લઈને પોતાની લેબ પર આવી ગઈ.

રિપોર્ટ મુજબ, વુહાન વાયરોલૉજી ઈન્સ્ટીટ્યૂટને વર્ષ 2015-17ના પેપરમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જે ખૂબ જ વિવાદિત પ્રયોગ હતા, જેમણે વાઈરસને વધુ સંક્રામક બનાવી દીધો. આ થીયરી દર્શાવે છે કે, એક લેબની ભૂલ કોવિડ-19 મહામારી વિસ્ફોટનું કારણ બની. Origin Of Covid-19

એક ચીની વાયરોલૉજિસ્ટનું કહેવું છે કે, અમેરિકાના મહામારી એક્સપર્ટ એન્થની ફાઉસીના ઈ-મેઈલ સાબિત કરે છે કે, કોરોનાની ઉત્પત્તિ વુહાનની લેબમાંથી થઈ હતી. ડૉક્ટર લી-મેંગ યાન, જે એ લોકોમાંથી એક હતી, જેમણે સૌ પ્રથમ કોરોના વાઈરસના વુહાન લેબમાંથી લીક થયાની વાત કરી હતી. ડૉ લી-મેંગ યાન કોરોના પર રિસર્ચ કરનારા સૌ પ્રથમ લોકોમાંથી એક હતી, જેમણે ખુલાસો કર્યો હતો કે, ચીન પર આ બાબતને છૂપાવવાનો આરોપ લગાવ્યા બાદ તેમને પણ છૂપવા માટે મજબૂર કરવામાં આવ્યા.

(11:51 am IST)