મુખ્ય સમાચાર
News of Saturday, 6th June 2020

લોકલ સર્વેમાં ખુલાસોઃ દેશમાં ૭૬ ટકા માતા-પિતા માને છે કોરોના કાળમાં શાળા ન ખોલવી જોઇએ

નવી દિલ્હી તા. ૬ : કોવિડ-૧૯ સંક્રમણ હાલમાં તેજીથી વધી રહ્યું છે તેના લીધે ૨૫ માર્ચથી દેશભરની શાળા - કોલેજો બંધ છે. હવે કેટલીક રાજ્ય સરકારો જુલાઇમાં શાળા બીજીવાર ખોલવાની પ્લાનિંગ કરી રહી છે. આ બધાની વચ્ચે દેશના વધુ પડતા વાલીઓ ઇચ્છે છે કે કોરોના સંક્રમણ વચ્ચે શાળાઓએ કોલેજ ખોલવી જોઇએ નહિ. દેશભરના ૭૬ ટકા માતા - પિતા માને છે કે સામાજિક અંતરની સાથે શાળાઓનું સંચાલન વ્યવહારિક નથી.

લોકલ સર્કલના એક સર્વે મુજબ દેશના ૨૨૪ જિલ્લાના ૧૮ હજાર માતા-પિતાએ ભાગ લીધો. સર્વેમાં સામેલ ૩૭ ટકા વાલીઓએ કહ્યું કે, જે જિલ્લામાં કોરોનાના નવા કેસ ૨૧ દિવસ સુધી સામે આવ્યા નથી તેમજ જે શાળાના ૨૦ કિમીના અંતરમાં ૨૧ દિવસ સુધી કોરોનાનો કોઇ નવો કેસ ન આવે ત્યાં ખોલી શકાય. ૧૬ ટકાએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં કોરોનાના કેસ આવવાના બંધ થતા નથી. નવા કેસ શૂન્ય થાય ત્યારબાદ જ શાળાઓ ખોલવામાં આવે. જ્યારે ૨૦ ટકા વાલીઓ માને છે કે દેશભરમાં જ્યારે કોરોનાના નવા કેસ આવવાના બંધ થાય ત્રણ સપ્તાહ થાય ત્યારે જ શાળાઓને ખોલવામાં આવે.

(2:46 pm IST)