મુખ્ય સમાચાર
News of Saturday, 6th June 2020

આલેલે.....: અમેરિકામાં કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ 25 લાખ નવી નોકરીનું નિર્માણ : બેરોજગારી દરમાં ઘટાડો નોંધાયો : ટ્રમ્પએ જશ લેતું લખાણ ટ્વીટ કર્યું

વોશિંગટન : કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા અમેરિકામાં મે મહિનામાં 25 લાખ નવી નોકરીનું નિર્માણ થયું છે.તેમજ બેરોજગારીના દરમાં પણ ઘટાડો નોંધાયો છે.જે મુજબ એપ્રિલ માસમાં બેરોજગારી દર 14.7 ટકા હતો તે મે માસમાં ઘટીને 13.3 ટકા થઇ ગયો છે.જે માટે ક્રેડિટ લેતું લખાણ પ્રેસિડન્ટ ટ્રમ્પએ તુરંત જ ટ્વીટ કર્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)