મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

બિહારમાં કોવિડ ડ્યૂટી કરતા ૧૭ ડોક્ટરોએ ગુલ્લી મારી

કોરોનામાં એક બાજુ મેડિકલ સ્ટાફ નિષ્ઠાથી ફરજ બજાવે છે : ડૉક્ટરોને ગેરહાજરીનું કારણ દર્શાવતો પત્ર ૨૪ કલાકમાં હોસ્પિટલના ડ્યુટી સુપ્રિટેન્ડન્ટને રજૂ કરવા માટે કહેવાયું

છપરા, તા. : એક તરફ પોતાના લગ્ન પછી તરત કે પોતાના નજીકના સ્વજનો કે જેમની સાથે લોહીનો સંબંધ છે તેમને ગુમાવ્યાના અમુક કલાકોમાં ડૉક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફ ફરજ પર હાજર થઈ રહ્યા હોવાથી લોકો તેમને સલામ કરી રહ્યા છે, પરંતુ ત્યારે બિહારમાં કોરોનાની વકરેલી સ્થિતિમાં કોવિડ ડ્યુટી કરતા ડૉક્ટરો પોતાના કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા તેમની પાસે જવાબ માગવામાં આવ્યો છે.

તપાસમાં જાણવા મળ્યું કે, બિહારના છપરા જિલ્લામાં આવેલા સરદાર હોસ્પિટલમાં ૧૭ ડૉક્ટરો પોતાના કામના કલાકો દરમિયાન ડ્યુટી પર હાજર નહોતા. ડૉક્ટરોને કારણ દર્શાવા માટે કહેવામાં આવ્યું છે. તેઓ મંગળવારે કોવિડ આઈસેલેશનની ડ્યુટી દરમિયાન હાજર નહોતા જેના બદલામાં તેમને પાછળનું કારણ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

સિવિલ સર્જન ડૉ. જનાર્દન પ્રસાદ સુકુમારે ૧૭ ડૉક્ટરોને ગેરહાજરીનું કારણ દર્શાવતો પત્ર ૨૪ કલાકમાં હોસ્પિટલના ડ્યુટી સુપ્રિટેન્ડન્ટને રજૂ કરવા માટે કહ્યું છે.

ડૉક્ટર જનાર્દને પ્રકારની ઘટના પર દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું કે, કામ પ્રત્યેની કોઈ પણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી.

ડૉ. જનાર્દને આપેલા આદેશ પ્રમાણે પોતાની જવાબદારીથી છટકનારા ડૉક્ટરો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ડીએમ ડૉક્ટર નિલેશ રામચંદ્ર દેઓરે જણાવ્યું કે, ઘણી શોધખોળ પછી હજુ પણ ડૉક્ટરો તેમની ડ્યુટીથી ગેરહાજર રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બિહારમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ,૧૩,૪૮૦ છે. પાછલા ૨૪  કલાકમાં રાજ્યમાં નવા ૩૦૪૯ કેસ નોંધાયા છે અને ૬૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં પણ વધારો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાંદેશમાં ,૧૨,૨૬૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ,૯૮૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને ,૧૦,૭૭,૪૧૦ થયો છે અને મૃત્યુઆંક ,૩૦,૧૬૮ પર પહોંચ્યો છે. પાછલા ૨૪ કલાકમાં ,૨૯,૧૧૩ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ,૭૨,૮૦,૮૪૪ થાય છે. દેશમાં નવા કેસની સંખ્યા વધતા એક્ટિવ કેસનો આંકડો ૩૫ લાખને પાર કરીને ૩૫,૬૬,૩૯૮ થઈ ગયો છે.

(9:22 pm IST)