મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

બેંગલુરૂમાં કોરોનાનો વિસ્ફોટ : નવા 23 હજારથી વધુ વિક્રમી કેસ નોંધાયા

કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં પણ કોરોનાનો ભારે કહેર

બેંગલુરૂમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો બેંગલુરૂની સ્થિતિ પણ દિલ્હી જેવી જણાઈ રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 23,000 કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે. બેંગલુરૂ દેશનું પહેલું એવું શહેર છે જ્યાં એક દિવસમાં આટલા વધુ કેસ નોંધાયા છે. આ તરફ કર્ણાટકના હુબલીમાં ઓક્સિજનની તંગીના કારણે 5 દર્દીઓએ દમ તોડ્યો હતો. કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં પણ કોરોનાનો ભારે કહેર વ્યાપ્યો છે.

(12:57 pm IST)