મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

૪ મહિના પહેલા યુકેથી ભારત આવેલ સ્ટ્રેન ફેલાયો

કોરોના વાયરસની આક્રમક બીજી લહેર પાછળ યુકે-દ.આફ્રિકાનો સ્ટ્રેન જવાબદાર

નવી દિલ્હી તા. ૬ : કોરોના વાયરસની આક્રમક બીજી લહેર પાછળ યુકે અને દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલ નવો સ્ટ્રેન છે જે ચાર મહિના પહેલા જ ભારતમાં આવ્યા હતા. અત્યારે સ્થિતી એ છે કે બ્રિટનમાં મળી આવેલ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન આખા દેશમાં ફેલાઇ ચુકયો છે. જીનોમ સીકવંસીંગ દ્વારા સરકારને ખબર પડી છે કે બ્રિટનમાં ફેલાયેલ સ્ટ્રેન ભારતમાં ફકત ૪૮પ પ્રવાસીઓ અને તેમના પરિવારોમાંથી આ વાયરસ સામુદાયીક પ્રસાર સુધી પહોંચી ગયો. ર૬ રાજયોમાં સરકારને યુકે વેરીયન્ટ મળ્યો છે. જયારે ૧૮ રાજયોમાં ડબલ મ્યુટેશન સૌથી વધારે લોકોમાં મળ્યો છે. જે લોકોએ કયારેય વિદેશ યાત્રા પણ નથી કરી તેઓમાં પણ આ નવો સ્ટ્રેન બહુ ગંભીર પરિણામો બતાવી રહ્યો છે.

ખરેખર તો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કેટલાય સ્ટ્રેન સામે આવી ચુકયા છે અત્યાર સુધીમાં કેટલાય સ્ટ્રેન મળી ચુકયા છે. ગયાવર્ષે ડીસેમ્બરમાં યુકે વેરીયંસ ભારતમાં મળ્યો હતો પણ ત્યાર પછી ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં ૮ થી ૧૦ વેરીયન્ટ મળી ચુકયા હતા વૈજ્ઞાનિક અનુસાર, વાયરસના બધા સ્ટ્રેશન વેરીયન્ટ હોય છે પણ બધા વેરીયન્ટનો સ્ટ્રેન ન માની શકાય.

નેશનલ સેન્ટર ફ્રોર ડીઝીઝ કંટ્રોલ (એનસીડીસી) ના ડાયરેકટર ડોકટર સુજીતકુમારસિંહે જણાવ્યું કે યુ.કે. વેરીયન્ટ ૪૮પ પ્રવાસીઓ અને તેમના સંપર્કમાં આવનાર લોકોમાં મળ્યો હતો ત્યાર પછી આ વાયરસ ૧૩૯ર લોકોમાં મળી આવ્યો તેનાથી ખબર પડી કે દેશમાં મહામારી વધારવામાં પ૦ ટકા યોગદાન યુકે વેરીયન્ટનું છે તેના કારણે દર્દીઓની સ્થિતી પણ ગંભીર થાય છે.ગયા વર્ષની સરખામણીમાં આ વખતે શ્વાસ લેવામાં તકલીફવાળા દર્દીઓની સંખ્યા ૩ થી વધીને પ૪ ટકાએ પહોંચી ગઇ છે. ર૮માંથી ર૬ રાજયોમાં યુ.કે. વેરીયન્ટનો પ્રસાર જોવા મળ્યો છે.

ત્યારબાદ આવી જ રીતે ૧૮ રાજયોમાં બલ મ્યુટેન્ટ મળ્યો છે તેનાથી ગ્રસ્ત ૧પર૭માંથી ફકત ૧૮ લોકો એવા હતા જે વિદેશોમાંથી સંક્રમિત થઇને આવ્યા હતા બાકી બધા લોકો દેશમાંજ સંક્રમિત થયા હતા આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાથી આવેલ વેરીયન્ટ યુ.કે. વેરીયન્ટની સરખામણીમાં ઓછો જોવા મળ્યો છે. તેના ૧ર૭ કેસ સરકાર સમક્ષ આવ્યા છે. જો કે એક રાહત એ છે કે બ્રાઝીલમાં ફેલાયેલ વાયરસ ભારતમાં ફકત એકજ વ્યકિતમાં મળ્યો હતો. જેને સમયસર આઇસોલેટ કરી દેવાયો હતો.

(11:41 am IST)