મુખ્ય સમાચાર
News of Monday, 6th April 2020

કોરોના વાયરસ ઉપર નિયંત્રણ અશકય છે

અમેરિકાના વૈજ્ઞાનિકની ચેતવણીથી સમગ્ર વિશ્વની ઉમ્મીદો ઉપર ઝાટકોઃ કોરોના વાયરસ ધીમે-ધીમે મોસમી બિમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે : આ વર્ષે સમગ્ર પૃથ્વી પરથી વાયરસને ઉખાડીને ફેંકી દેવાનું અસંભવ છેઃ અમેરિકાએ લાંબા ગાળા માટે આયોજન કરવું જરૂરી

ન્યુયોર્ક તા.૬: અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ ધીમે-ધીમે મોસમી બિમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. અમેરિકામાં સંક્રામક બિમારીના નિષ્ણાંત ડો. એન્થની ફાઉચીએ કહ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ પર નિયંત્રણ નામુમકિન નજરે પડી રહ્યું છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થમાં સંક્રામક બિમારીઓના નિષ્ણાંત ડો. ફાઉચીએ કહ્યું છે કે, આ વર્ષે સમગ્ર પૃથ્વી પરથી કોરોના વાયરસને ઉખાડી ફેંકી દેવુ અસંભવ સમાન છે. આનો અર્થ એ છે કે, અમેરિકામાં આવતા ફલુ સીઝનમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી આવી શકે છે.

તેમણે કહ્યું છે કે, કોરોના ફરીથી પાછા ફરવાની સંભાવનાના કારણે જ અમેરિકા પોતાની તૈયારીને ઝડપથી મજબુત કરી રહ્યું છે. અમેરિકા વેકસીન વિકસીત  કરવા તમામ ટ્રીટમેન્ટને લઇને કલીનીકલ ટ્રાયલ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યુ છે કે જો કોરોના ફરીથી ઉગશે તો આપણી પાસે ત્યારે તેને રોકવાના ઓછામાં ઓછા ઉપાયો કરવાના રહેશે. તેમણે આ પહેલા કહ્યું હતું કે અમેરિકા ૧૨ થી ૧૮ મહિનામાં વેકસીન તૈયાર કરી લેશે. ડો. ફાઉચીએ દાવો કર્યો છે કે, અમેરિકામાં કોરોના વાયરસથી ૧ લાખથી વધુ લોકોના મોત થઇ શકે છે. જે રાજ્ય લોકોને ઘરમાં રહેવાના આદેશ આપી ન શકે તેઓ દેશને વધુ ખતરામાં નાખી રહ્યા છે.

ગુજરાતમાં જિલ્લાવાર કોરોનાના દર્દીઓ

શહેર

પોઝિટિવ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

૬૪

૦૫

૦૬

સુરત

૧૮

૦૨

૦૫

ગાંધીનગર

૧૩

૦૦

૦૨

ભાવનગર

૧૩

૦૨

૦૦

રાજકોટ

૧૦

૦૦

૦૩

વડોદરા

૧૦

૦૨

૦૫

પોરબંદર

૦૩

૦૦

૦૦

ગીર-સોમનાથ

૦૨

૦૦

૦૦

કચ્છ

૦૨

૦૦

૦૦

મહેસાણા

૦૨

૦૦

૦૦

પંચમહાલ

૦૧

૦૧

૦૦

મોરબી

૦૧

૦૦

૦૦

પાટણ

૦૨

૦૦

૦૦

છોટાઉદેપુર

૦૧

૦૦

૦૦

જામનગર

૦૧

૦૦

૦૦

કુલ આંકડો

૧૪૫

૧૨

૨૧

(3:36 pm IST)