મુખ્ય સમાચાર
News of Monday, 6th March 2023

રાબડી દેવીના ઘરે ૧૫ સભ્‍યોની CBI ટીમ પહોંચી : ૩ કલાકથી પૂછપરછ ચાલુ

જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં કાર્યવાહી

પટના તા. ૬ : હાલમાં પટનામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, સીબીઆઈની ટીમ રાબડી દેવીના ઘરે પહોંચી ગઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સીબીઆઈની ટીમ જમીનના બદલામાં નોકરીના કૌભાંડ મામલામાં આજે પૂર્વ સીએમ રાબડી દેવીના ૧૦ સર્કુલર રોડના ઘરે પહોંચી હતી, જયાં સીબીઆઈના અધિકારીઓએ રાબડી દેવી સાથે પુછપરછ કરી રહી છે. કહેવાય છે કે, સીબીઆઈની ૧૫ લોકોની ટીમ ચાર વાહન લઈને રાબડી દેવીના ઘરમાં પ્રવેશી હતી, જયાં તેમણે સૌથી પહેલા સુરક્ષાકર્મી અને કર્મચારીઓને જાણકારી આપી હતી. બાદમાં રાબડી દેવીને લઈને જાણકારી માગી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હાલમાં બિહાર વિધાનસભાનું બેજટ સત્ર ચાલી રહ્યું છે. ત્‍યારે આવા સમયે લાલૂ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના નાના દીકરા અને બિહારના ડેપ્‍યુટી સીએમ તેજસ્‍વી યાદવ વિધાનસભા પહોંચી ગયા છે. જો કે, લાલૂ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના મોટા દીકરા તથા બિહારના પર્યાવરણ મંત્રી તેજપ્રતાપ યાદવ હાલમાં રાબડી નિવાસમાં હાજર છે.

એક અઠવાડીયા પહેલા જ જમીનના બદલામાં નોકરી આપવાના કૌભાંડ મામલામાં આરોપી પૂર્વ રેલ મંત્રી અને આરજેડી પ્રમુખ લાલૂ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી, સહિત અન્‍યને દિલ્‍હીની એક કોર્ટમાંથી સમન જાહેર કર્યું છે. દિલ્‍હીની રાઉઝ એવન્‍યૂ કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ ચાર્જશીટ પર એક્‍શન લેતા આ સમન જાહેર કર્યા હતા. આ મામલામાં કોર્ટે ૧૫ માર્ચે તમામ આરોપીઓને હાજર થવાનો આદેશ આપ્‍યા હતો. ચાર્જશિટમાં સીબીઆએ લાલૂ યાદવ ઉપરાંત રાબડી દેવી અને ૧૪ અન્‍યને આરોપી બનાવ્‍યા છે.

(3:59 pm IST)