મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

પાકિસ્તાનમાં હિન્દૂ પરિવારના ૫ સભ્યોના ગળા કાપી ક્રૂર હત્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં રહીમ યાર શહેરથી ૧૫ કિલોમીટર દૂર આવેલ અબુધાબી કોલોનીમા રામચંદ મેઘવાલ નામના દરજીના પરિવારના પાંચ સભ્યોની ચાકુ  અને કુહાડીથી ગળા કાપી ક્રૂર હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં લઘુમતીમાં મુકાયેલા હિંદુઓ અને શીખ સમુદાયમાં ભારે ભય પ્રસર્યો છે. હત્યા કરનારાઓની ઓળખ થઇ નથી. ૩૫ વર્ષના રામચંદ પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા.

(10:43 pm IST)