મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

કરોડો લોકો માટે સસ્તી અને હાથવગી સાઇકલ પણ હવે મોંઘીદાટ બની: ભાવમાં ૫૦ % નો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં જબ્બર વધારાના પગલે લોકો ફરી સાયકલ તરફ વળી રહ્યા છે, પરંતુ સાઇકલના ભાવોમાં પણ lockdown પછી પચાસ ટકા આસપાસનો જંગી વધારો થયાનું વ્યાપાર નોંધે છે. સાધારણ સાયકલોના ભાવ રૂપિયા ૩૭૦૦ થી વધીને સાડા ચાર હજાર સુધીના થઈ ગયાનું જણાવાયું છે. ફેન્સી સાયકલના ભાવોમાં પણ હજાર થી બારસો રૂપિયાના વધારો થયો છે. લોકો ફિટનેસ જાળવવા જિમ અને ફિટનેસ સેન્ટરના સ્થાને સાઇકલિંગ તરફ વળ્યા હતા ત્યાં આ વધારો આવી પડ્યો છે.

(10:43 pm IST)