મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

એન્ટિલિયા નજીક ઉભેલી કારના માલિકના મૃત્યુનું રહસ્ય ઘેરાયું :મનસુખનું મોત આત્મહત્યા કે બીજું કઈ? મોઢામાં રૂમાલ કેમ?

મહારાષ્ટ્ર ATS દ્વારા તપાસ :ભાજપે કહ્યું NIA તપાસ કરે :દિગ્વિજય સિંહને NIA પર વિશ્વાસ નથી: સંજય રાઉતે કહ્યુ કે, મનસુખના મોતનો ખુલાસો સરકાર માટે જરૂરી

મુંબઈ : મનસુખ હિરેનની મોત આત્મહત્યાને કારણે થઇ કે પછી ઘટના બીજી છે? મહારાષ્ટ્ર સરકાર ATS પાસે તપાસ કરાવી રહી છે. ભાજપ ઇચ્છે છે કે NIA તપાસ કરે. દિગ્વિજય સિંહને NIA પર વિશ્વાસ નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે, મનસુખના મોતનો ખુલાસો સરકાર માટે જરૂરી છે.

મનસુખ તે વ્યક્તિ છે, જેની સ્કૉર્પિયો મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા સામે ઉભેલી હતી અને જેમાં વિસ્ફોટક મળ્યા હતા. મનસુખના મોત પર સવાલ એટલા માટે ઉભા થઇ રહ્યા છે કારણ કે આવા કેટલાક રહસ્ય છે જેનો કોઇ હલ નથી.

આ સવાલ કેમ ઉભો થઇ રહ્યો છે, તે પણ જાણી લો. 5 માર્ચ સવારે 10.25 આસપાસ કલવા ખાડીમાં મૂળ ગુજરાતી મનસુખ હિરેનનો શબ જપ્ત કરવામાં આવ્યો હતો. ફડણવીસે આરોપ લગાવ્યો કે શબ કાઢતા સમયે મનસુખના હાથ બાંધેલા હતા. સાથે જ સામે આવેલા વીડિયોમાં ખબર પડી કે મનસુખના મોઢામાંથી રૂમાલ કાઢવામાં આવી રહ્યો છે. સાથે જ મનસુખના શબ સાથે તેનો મોબાઇલ મળ્યો નથી. તેમ છતા સ્થાનિક પોલીસે ADR રજિસ્ટર કરી આ મોતને આત્મહત્યા કેમ ગણાવી?

મનસુખ હિરેનના મોતના સમાચારના કેટલાક કલાક પહેલા વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને વિધાનસભામાં ઉઠાવી હતી. ફડણવીસે આરોપ લગાવ્યો કે આ મામલે તપાસ અધિકારી રહેલા સચિન વઝે અને મનસુખ હિરેન વચ્ચે જૂન અને જુલાઇ 2020માં ફોન પર વાતચીત થઇ હતી. મનસુખ વિક્રોલીમાં પોતાની ગાડી મુકી ઓલા કારથી મુંબઇ પોલીસ કમિશનરની ઓફિસમાં કોઇને મળવા પહોચ્યા હતા. સૌથી મહત્વનો સવાલ છે કે અંબાણીના ઘર બહાર મળેલા વિસ્ફોટકના સમાચાર બાદ સૌથી પહેલા ઘટનાસ્થળે સચિન વઝે પહોચ્યા હતા. સ્કોર્પિયોમાં મળેલી ધમકીનો પત્ર સચિન વઝેએ જાહેર કર્યો હતો. એવામાં ફડણવીસે સરકારને સવાલ કર્યો કે પછી અચાનક સચિન વઝેને કેટલાક દિવસ પહેલા તપાસમાંથી કેમ હટાવવામાં આવ્યા.

સચિન વઝે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ રહી ચુક્યા છે. 12 વર્ષ પહેલા ખ્વાજા યૂનિસ મોત મામલે સચિન વઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ વઝેએ શિવસેનામાં પ્રવેશ પણ કર્યો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેની એમવીએ સરકાર આવ્યા બાદ સચિન વઝેને ફરી મુંબઇ ક્રાઇમ બ્રાંચ યૂનિટમાં રેઇંસ્ટેટ કરવામાં આવ્યા, ત્યારથી સચિન વાઝે અર્ણબ ગોસ્વામી સાથે જોડાયેલા અન્વય નાઇક આત્મહત્યા કેસ, TRP કેસ અને જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા ફ્રોડ કેસ જેવા હાઇપ્રોફાઇલ કેસની તપાસ કરી રહ્યા છે.

 

મનસુખની પત્ની વિમલા હિરેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે મનસુખ આ મામલે તપાસમાં પુરો સહયોગ કરી રહ્યા હતા. 4 માર્ચ સાંજે કાંદિવલી પોલીસ સ્ટેશનના તાવડે નામના પોલીસ અધિકારીનો ફોન આવ્યા બાદ મનસુખ ઘડોબન્દર રોડ તેમને મળવા નીકળ્યા હતા પરંતુ થોડી વાર બાદ તેમનો મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો. મોડી રાત સુધી પરત ના ફરવા પર પરિવાર મનસુખ ગુમ થયાની ફરિયાદ કરવા નૌપાડા પોલીસ સ્ટેશન પહોચ્યો હતો, પરંતુ તેમણે 5 માર્ચ સુધી રોકાવા માટે કહેવામાં આવ્યુ હતું.

મનસુખ હિરેનના પરિવારનું કહેવુ છે કે મનસુખ આત્મહત્યા કરવાની માનસિકતામાં નહતા. સાથે જ મનસુખ સારા તરવૈયા પણ હતા. હવે મળી રહેલી જાણકારી અનુસાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવવા સુધી પરિવારજનોએ મનસુખના શબ લેવાનો પણ ઇનકાર કરી દીધો છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પરિવાર કરી રહ્યુ છે.

મીડિયામાં એક પત્ર ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યો છે કે આ પત્ર મનસુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહમંત્રી અનિલ દેશમુખ સહિત મુંબઇ અને થાને પોલીસ કમિશનરને લખ્યો હતો. હવે મનસુખના ભાઇએ પણ કન્ફોર્મ કર્યુ છે કે હાં આ પત્ર મનસુખે લખ્યો હતો, તેમણે આ પત્રમાં મુખ્યમંત્રી અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. જોકે, પોલીસે આ પત્રની પુષ્ટી કરી નથી પરંતુ મનસુખે પત્ર લખ્યો અને જેમ કે તેનો પરિવાર કહી રહ્યો છે કે પત્ર લખ્યો તો અંતે મનસુખને કોનાથી ખતરો હતો?

આ પત્રમાં મનસુખે જણાવ્યુ કે કઇ રીતે અલગ અલગ પોલીસ સ્ટેશન અને એજન્સીઓથી થઇ રહેલી તપાસથી તે પરેશાન થઇ ચુક્યો હતો. 25 ફેબ્રુઆરીએ ATS અધિકારીયોએ તેમના ઘરે આવીને આ મામલાની જાણકારી આપી હતી અને પૂછપરછ કરી હતી. 26 ફેબ્રુઆરીએ સવારે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેમણે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં પણ પૂછપરછ માટે ફોન આવ્યો હતો. 27 ફેબ્રુઆરીએ તેમણે ATS કાર્યાલય નાગપાડામાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાથી સચિન વાઝેએ તેમની ક્રાઇમ બ્રાંચમાં પૂછપરછ કરી હતી. જે બાદ NIA અધિકારીઓએ પણ તેમણે તપાસ માટે બોલાવ્યા હતા.

જે બાદ એક રિપોર્ટરે પણ તેમણે કોલ કરીને જણાવ્યુ કે તે આ કેસમાં સસ્પેક્ટ છે. તો સવાલ એ છે કે અંતે આ એક કેસની તપાસ કેટલા સ્ટેશન અને એજન્સીઓ કરી રહી છે અને કેમ? અને હવે આ કેસ જે કારણથી હાઇપ્રોફાઇલ છે. મનસુખની કાર 18 ફેબ્રુઆરીએ ગાયબ થઇ, તેને ફરિયાદ કરી. પછી આ કાર 25 ફેબ્રુઆરીએ અંબાણીના ઘરની સામે મળી તો 17થી 25 વચ્ચે પોલીસે કારને શોધવા માટે શું કર્યુ? મનસુખની કાર વિક્રોલીમાં ગાયબ થઇ હતી તો તે અંબાણીના ઘર સાઉથ મુંબઇ કેવી રીતે પહોચી, કોણ લાવ્યુ? આ રહસ્ય સુલજાવી લેવાય તો મનસુખ સાથે જોડાયેલા સવાલોના જવાબ પણ મળશે.

(9:16 pm IST)