મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

સીમીના ૧૨૪ કાર્યકરોને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા

વીસ વર્ષ પહેલાં આરોપીઓની ઝડપી લેવાયા હતા : અઠવા પોલીસે રેડ કરીને આરોપીઓને પ્રતિબંધિત સીમી સંસ્થાના ફોર્મ તથા સાહીત્યની સાથે ઝડપી લીધા હતા

સુરત, તા. : આજથી વીસ વર્ષ પહેલા સુરતના સગરામપુરા સ્થિત રાજશ્રી હોલમા માઈનોરીટી એજ્યુકેશનના ઓઠા હેઠળ મળેલા પ્રતિબંધિત સીમી સંસ્થાના દેશના વિવિધ રાજ્યના ૧૨૪ સીમી કાર્યકરોને અઠવા પોલીસે અન લો ફૂલ એકટીવીટીના ભંગ બદલ ઝડપી લીધા હતા. છેલ્લાં વીસ વર્ષ પૂર્વે બનેલા ગુનાઈત કારસામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધના કેસ કાર્યવાહી બાદ આજે ઉઘડતી કોર્ટના સમયે સુરતની સીજીએમ કોર્ટે તમામ ૧૨૪ આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

તત્કાલીન અઠવા પીઆઈ એમ.જે.પંચોલીને તા.૨૭-૧૨-૨૦૦૧ થી ૩૦-૧૨-૨૦૦૧ના રોજ રાજ્યના એડીશ્નલ ડીજીપી તરફથી ફેક્સ મળ્યો હતો. જેમાં સુરતના રાજશ્રી હોલમા લઘુમતિઓના શૈક્ષણિક હકોના ઓઠા હેઠળ સુરતના સ્થાનિક સહિત દેશભરમાંથી સીમી સંસ્થાના કાર્યકરોનુ સંમેલન મળી રહયું છે. જેથી અઠવા પોલીસે રેડ કરીને ૧૨૩ આરોપીઓને પ્રતિબંધિત સીમી સંસ્થાના ફોર્મ તથા સાહીત્ય સાથે અન લો ફુલ એકટીવીટીના ભંગ બદલ ઝડપી લીધા હતા. સુરતના સલાબતપુરામા રહેતા અલીફ માજીદ મન્સુરી .આર.કુરેશીએ સુરતનો હોલ બુક કરાવ્યો હતો.

છેલ્લાં વીસ વર્ષ જૂના કેસની અંતિમ સુનાવણી સરકાર પક્ષે ખાસ સરકારી વકીલ નયન સુખડવાલા તથા બચાવ પક્ષે મુખ્ત્યાર શેખ અબ્દુલ વહાબ શેખે પૂરી કરતાં કોર્ટે આવતીકાલે તા. ૬ઠ્ઠી માર્ચ સુધી ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે ઉઘડતી કોર્ટે ચૂકાદો જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધનો કેસ ફરિયાદ પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. તમામ આરોપીઓ જામીન મુક્ત હતા.

(7:42 pm IST)