મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ૧૭૮ મત સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ જીત્યો

અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત હતી

નવી દિલ્હી, તા. : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંસદમાં બહૂમતિ હાસલ કરી લીધી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે સંસદમાં થયેલા વોટિંગમાં તેને જીત મળી છે. ઈમરાન ખાનના પક્ષમાં ૧૭૮ વોટ પડ્યા. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં સેનેટ ચૂંટણીમાં નાણાંમંત્રી અબ્દુલ હફીઝ શેખની હારના કારણે ઈમરાન ખાન સરકારને સંસદમાં વિશ્વાસ મત પ્રસ્તાવ લાવવો પડ્યો. વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યો જ્યારે મતદાન થયું તો ઈમરાન ખાનના પક્ષમાં ૧૭૮ મત પડ્યા.

અગાઉ વિપક્ષે વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સંસદના બહિષ્કારનું એલાન કર્યું હતું. જોકે તેનાથી ઈમરાન ખાનને રાહત થઈ હતી. વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ થતાં પહેલા ઈમરાન ખાને પોતાના સાંસદોને કહ્યું હતું કે તેઓ પાર્ટીની લાઈનને અનુસરે, સાથે તેમનું કહેવું હતું કે વિશ્વાસ મતને લઈને થનારા મતદાનમાં જે પણ નિર્ણય આવશે તેઓ તેનું સમ્માન કરશે. જો તેઓ તેમાં હારી ગયા તો વિપક્ષમાં બેસવા તૈયાર છે. ૩૪૨ સભ્યોવાળી પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાન તાહરીક--ઈંસાફ(પીટીઆઈ) ના ૧૫૭ સભ્યો છે.

(7:34 pm IST)