મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

હનુમાનજી પાસે ''રામનામ''ની સિદ્ધિ હતીઃ પૂ. મોરારીબાપુ

વેસ્ટ બંગાળમાં આયોજીત ''માનસ ગંગાસાગર'' શ્રીરામકથા કાલે વિરામ લેશેઃ ર૦મીથી ઉત્તર પ્રદેશ-વૃંદાવનમાં શ્રીરામકથા

રાજકોટ તા. ૬ : ''હનુમાનજી અષ્ટસિદ્ધી નવ નિધિ કે દાતાની સાથોસાથ તેમની પાસે '' રામનામ'' ની સિદ્ધિ હતી'' તેમ પૂ. મોરારીબાપુએ વેસ્ટ બંગાળમાં આયોજીત ''માનસ ગંગાસાગર'' શ્રીરામકથાના આઠમા દિવસે આજે કહ્યું હતું કાલે શ્રીરામકથા વિરામ લેશે હવે પછી તા.ર૦મીથી ઉત્તર પ્રદેશના વંૃદાવનમાં શ્રીરામકથાનુઆયોજન કરાયું છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે સાતમા દિવસે કહ્યું કે હોઠથી પાણી પીએએ શાકાહારી હોય છે. અને જીભથી પાણી પીએ એ માંસાસારી હોય છે. દશરથને લાગ્યું કે મૃગ છે અને અવાજની દિશામાં શબ્દવેધી બાણ ચલાવ્યંુ. પાપ અજ્ઞાનવશ થાય મોહથી થાય કે મૂઢતાથી થઇ જાય એનું ફળ મળે છે. તાપસ તેના માતા-પિતા પણ તાપસ હતા એ લોહીલુહાણ પડેલો છે તરત એને જોઇને દશરથ રડે છે અને લાગે છે કે મેં બ્રહ્મહત્યાનું પાપ કર્યું છે. એ જ વખતે તાપસ બોલે છે કે હું બ્રાહ્મણ નથી તમને બ્રહ્મહત્યાનું પાપ નહિ લાગે. કારણ કે મારા-પિતા વૈશ્ય અને ક્ષુદ્ર છે. તમે પાણી લઇ અને મારા માતા-પિતાને પાઓ. અને દશરથને બધી જ વાત કરી આ પુરી કથા તુલસીજીએ દશરથના અંત સમયે માત્ર એક પંકિતમાં લખેલી છે. સૌદર્યની મર્યાદા લજ્જા અને સંકોચ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, ગુરૂ જ્ઞાનના પણ સાગર છે, ગુરૂ વિવેકનો સાગર છે બેઠા હોય તો એવું લાગે છે કે જડ બેઠા છે. પણ બુદ્ધ પુરૂષ પ્રવાહિત છે. બુદ્ધ પુરૂષ અવધૂત છે. આપણે ત્યાં સપ્તસ્િંાધુની વાત છે સાગરની સાત મર્યાદાઓની પણ વાત છે. એક મર્યાદા છે. કે સાગર તેના જેવા જ કોઇ સાગરની નિંદા-ટીકા-આલોચના નથી કરતો. બુદ્ધપુરૂષ પોતાના જેવા, ચડિયાતા કે ઉતરતા કોઇપણ સંતની નિંદા કરતો નથી. શિવના ઉપાસક હોય એ શ્રીપતિ અને વૈષ્ણવ ઉપાસક હોય એ કયારેય શિવ નિંદા કરતી નથી.

(4:02 pm IST)