મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર તગેડી મૂકી

ખાનગી હોસ્પિટલની દાદાગીરીઃ રૂપિયા આપી ન શકતા ૩ વર્ષની બાળકીને ચીરેલા પેટ સાથે કાઢી મૂકીઃ મોત

ડીએમ દ્વારા તપાસના આદેશો

પ્રયાગરાજ, તા.૬: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શનિવારે એક હચમચાવી દેનારી દ્યટના બની છે. અહીં પ્રાઈવેટ હોસ્પિટલમાં એક અમાનવીયતા જોવા મળી છે. અહીં સારવાર માટે પુરા પૈસા ભરવામાં પરિવારે અસમર્થતા દર્શાવી. જે બાદ ૩ વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર મોકલી આપી. પૈસા વગર સારવારના અભાવે બાળકીની સ્થિતિ બગડી ગઈ અને આખરે તેણે જીવ ગુમાવી દીધો. આ મામલો સામે આવ્યા બાદ જિલ્લાધિકારી ભાનુ ચંદ્ર ગોસ્વામીએ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

હકિકતમાં પ્રયાગરાજના કરેલી વિસ્તારના રહેવાસી બ્રહ્મદીન મિક્ષાની ૩ વર્ષીય  દીકરીના પેટમાં બિમારી હતી. મા-બાપે સારવાર માટે પ્રયાગરાજના દ્યૂમનગંજના રાવતપુર એક મોટા ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. થોડાક દિવસો બાદ બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું અને ફરી પેટનું ઓપરેશન કરવામાં આવ્યું.  બાળકીના પિતાના જણાવ્યાનુસાર આ ઓપરેશન માટે દોઢ લાખ લીધા બાદ હોસ્પિટલે ૫ લાખની ડિમાન્ડ કરી. જયારે રુપિયા ન આપી શકયા તો બાળક સહિત હોસ્પિટલ પ્રશાસને પરિવારને બહાર મોકલી દીધો અને કહ્યું કે હવે આની સારવાર અહીં નહીં થાય.

આ બાદ પિતા પોતાની દીકરીને લઈને અનેક હોસ્પિટલ સુધી ગયા પણ તમામ હોસ્પિટલે બાળકીને લેવાથી ઈન્કાર કરી દીધો. કહેવામાં આવ્યું કે બાળકીની હાલત બહું જ ક્રિટિકલ છે.  તે નહીં બચી શકે. બાળકી જિંદગીની જંગ હારી ગઈને સારવારના અભાવમાં જીવ ગુમાવ્યો. મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે ડોકટર્સે બાળકીના ઓપરેશન બાદ સિલાઈ, ટાંકા નહોંતા કર્યા અને પરિવારને સોંપી દીધી હતી. એ જ કારણે બીજી હોસ્પિટલોએ બાળકીને લેવાથી ઈન્કાર કરી દીધો હતો. બાદમાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

(3:29 pm IST)