મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

મોટાપાની સમસ્યા કોરોનાની ગંભીર બીમારીમાં પણ ઘાતક

નવી દિલ્હીઃ મોટાપાની સમસ્યાએ ખૂબ જ જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. તેનાં લીધે અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ , હાર્ટ  પ્રોબ્લેમ્સ, કિડનીને લગતા રોગો વેગેરેનો સામનો કરવો પડે છે. તેમાં પણ કોરોના જેવી ઘાતક બીમારીમાં પણ મોટાપાની સમસ્યા ઘાતક સાબિત થયું છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનને ૧૬૦ દેશોમાં અભ્યાસથી જાણકારી મેળવી છે કે મોટોપાનાં લીધે કોરોનાથી ૧૦ ગુણા વધારે મોત નોંધાયા છે. જ્યારે કોરોનાથી થતી મોતમાં સૌથી મોટું કારણ ઉંમર છે અને મોટાપાની સમસ્યા બીજા નંબર પર જોવા મળી છે. કોરોનાથી ૧૦ ગુણા વધારે મોત એવા દેશોમાંથી નોંધાય છે કે જે દેશોમાં બોડી માસ ઈન્ડેકસ ૨૫થી વધારે છે.

 બ્રિટન ત્રીજા સ્થાને , અમેરિકા ૮માં સ્થાને

  રિપોર્ટ અનુસાર મોટાપાથી સૌથી વધુ મોતનાં ક્રમમાં પહેલા નંબર પર બેલ્જિયમ, બીજા નંબર પર સ્લોવેનિયા, ત્રીજા નંબર પર  બ્રિટન, ઈટાલી પાંચમા સ્થાને અને અમેરિકા આઠમાં સ્થાને નોંધાયું છે.

(2:45 pm IST)