મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

૭૦ વર્ષના હંસાબેન ઠકકરનું ગળુ ચીરી અતિ ક્રુર હત્યા

કલ્યાણ, (મુંબઇ) બજારપેઠ પોલીસની હદમાં તા.૨૭-૨-૨૧ના રોજ થયેલ ૭૦ વર્ષીય ગુજરાતી વૃધ્ધ મહિલાના હત્યારાની ધરપકડ થઇ છે. આરોપીનું નામ વાસુ ઉર્ફે છે. આરોપીનું નામ વાસુ ઉર્ફે વિરેન્દ્ર કૃષ્ણા ઠાકરે ઉ.વ.૩૫ છે.

ગયા અઠવાડીયે પારનાકા પાસેની દત્ત આળીમાં રહેનાર હંસાબેન પ્રવિણભાઇ ઠકકર (ઉ.વ.૭૦)નું ગળુ ચીરી હત્યા કરવાનો ગુનો બહાર પેઠ પોલીસમાં નોંધાયો હતો. કલ્યાણ નગર પાલીકાની ઘંટા ગાડીમાં કામ કરતો વાસુ મૃતક હંસાબેનથી પરીચીત હતો અને કચરા સફાઇ માટે અવારનવાર આવતો આ સિવાય આરોપી પારનાકા ખાતે વડાપાઉની લારી પણ ચલાવતો હતો. કહેવાય છે કે દેવામાં સરી પડેલ આરોપીએ પૈસા અને દાગીના ચોરવાના ઇરાદે આ મહિલાના ઘરમાં લુંટનો પ્લાન બનાવ્યો હતો.

(2:44 pm IST)