મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

ઓપેક દેશોના અડિયલ વલણથી ક્રુડ ૭૦ ડોલર ભણી

મોંઘવારીનો ફૂટશે બોંબઃ ક્રુડનો ભાવ બે વર્ષના શિખરેઃ પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળશે

નવી દિલ્હી : અંદાજે ર વર્ષ  બાદ વિશ્વમાં તેલની કિંમતો ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઇ છે. જેનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો આવનારા દિવસોમાં વધારો થશે. તેના પાછળનું કારણ તેલ ઉત્પાદક દેશોના સમુહ ઓપેક અને સહયોગી દેશો દ્વારા ઉત્પાદનમાં ઘટાડાને એપ્રિલ સુધીમાં વધારો થશે એવું માનવામાં આવી રહયું છે.

ઉલ્લેખનીય છે કે ઓપેક અને તેના સહયોગી દેશોએ તેલ ઉત્પાદનમાં ઘટાડાને હાલના સ્તરમાં કોઇપણ પ્રકારના બદલાવથી ઇન્કાર કરી દીધો છે. તેનાથી વાયદા બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રુડની કિંમત ૪.ર ટકા એટલે ર.૬૭ ડોલર પ્રતિ બેરલના ભાવ વધીને ૬૬.૭૪ પહોંચી ગયો છે. બીજી બાજુ અમેરિકી બજારની વાત કરીએ તો ત્યાં પણ કાચા તેલનો વાયદા ભાવ પ.૬ ટકાથી વધીને ૬૪.૭૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

વિશ્વનું સૌથી મોટુ તેલ ઉત્પાદક સાઉદી અરબ રોજના ૧૦ લાખથી બેરલનો ઘટાડો ઓછામા઼ ઓછુ એપ્રિલ સુધી ચાલુ રહેશે. જો કે રશિયા અને કઝાકિસ્તાન તેલનું ઉત્પાદન થોડુ વધારશે.

ગયા મહિને ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેંસએ ક્રુડની ઓઇલની કિંમતોમાં  વધારાનો અંદાજ વ્યત કરવામાં આવ્યો હતો.  એવું તેથી કારણ કે કોરોનાથી થોડી રાહત મળ્યા બાદ માંગ અચાનક વધી છે. પરંતુ તેલ ઉત્પાદક સમુહ ઓપેક અને ઇરાન તરફથી તેલ ઉત્પાદનમાં ઘટાડો સતત ચાલુ છે.

(11:43 am IST)