મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

કોરોનાકાળમાં દેશમાં લોકોએ રૂ.૧૩ લાખ કરોડની આવક ગુમાવી

દેશમાં કોરોનાકાળમાં નોકરી ગુમાવનારા લોકોની વપરાશ માંગ આગામી સમયમાં ઘટવાની સંભાવના : યુબીએસ સિકયોરિટીઝ

નવી દિલ્હી, તા.૬: કોરોનાકાળમાં દેશમાં લાખો પરિવારોએ નોકરી છીનવાઈ જવાથી જંગી રૂ. ૧૩ લાખ કરોડની આવક ગુમાવી હતી. આ સાથે રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧ના મધ્યમાં અર્થતંત્રમાં મંદીની આશંકા વ્યકત કરવામાં આવી છે. તન્વી જૈનના નેતૃત્વમાં યુબીએસ સિકયોરિટીઝ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૧ના બીજા અને ત્રીજા કવાર્ટરમાં આર્થિક વૃદ્ઘિમાં જોવા મળેલી તેજીને અર્થશાસ્ત્રીઓ સકારાત્મક આશ્યર્ય ગણાવ્યું હતું. જોકે, રિપોર્ટ મુજબ તાજેતરના મહિનાઓમાં કોરોનાકાળમાં નોકરી ગુમાવનારા લોકોની વપરાશ માગ દ્યટવાની સંભાવના છે. તેથી ૨૦૨૧ના મધ્ય પછી અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપી માઈનસ ૭.૫ ટકા રહ્યો હતો જયારે ત્રીજા કવાર્ટરમાં અર્થતંત્રમાં પહેલા કવાર્ટરમાં માઈનસ ૨૩.૯ ટકાની સરખામણીમાં ૪૦ બેસીસ પોઈન્ટની વૃદ્ઘિ જોવા મળી હતી. આમ, બીજા અને ત્રીજા ત્રિમાસિક સમયમાં અર્થતંત્રના સુધારામાં સ્થિરતા જોવા મળી હતી. વધુમાં વૃદ્ઘિની સંભાવના નવા રોકાણોના પુનર્ગઠન અને નાણાકીય ક્ષેત્ર પરનું દબાણ હળવું થવા પર છે.

એક દિવસના વર્ચ્યુઅલ મેક્રો પ્રવાસના આધારે તૈયાર થયેલા રિપોર્ટ મુજબ ગ્રાહકોના મજબૂત વપરાશને પગલે મજબૂત વૃદ્ઘિ જોવા મળી રહી છે તેમજ રોકાણ પ્રવૃત્ત્િ।માં પણ તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ અનેક રોકાણ પ્રોજેકટ્સ કોરોનાકાળ પહેલાં શરૂ થયા હતા, પરંતુ હવે પૂરા થયા છે.

સામાન્ય આર્થિક પ્રવૃત્ત્િ।ઓ કોરોનાકાળ પહેલાંના સ્તરે પાછી ફરી હોવા છતાં મહત્વનો સવાલ એ છે કે આ વૃદ્ઘિ ટકી રહે તો બે ત્રિમાસિક પહેલાં જોવા મળેલા તીવ્ર સુધારા પછી જાન્યુઆરીમાં આર્થિક સૂચકાંકો વૃદ્ઘિમાં સ્થિરતા દર્શાવી શકે છે. આથી, માર્ચ ત્રિમાસિક માટે તેજીમાં નરમાઈ આવવાની સંભાવના છે તેમ રિપોર્ટમાં જણાવાયું હતું.

જોકે, બજેટમાં પ્રતિ ચક્રિય આર્થિક નીતિ જીડીપીના ૨.૫ ટકા જેટલા ઊંચા મૂડી ખર્ચ પર કેન્દ્રીત છે, જે નાણાકીય વર્ષ ૨૦૦૮ પછી સૌથી વધુ છે. કેન્દ્રની આ નીતિથી આર્થિક સુધારાને પ્રોત્સાહન મળશે. ઊંચા મૂડી ખર્ચની અનેક ગુણાંકમાં અસર પડશે.

જોકે, રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રીયલ્ટી સેકટરમાં કાલ્પનિક પુનરુત્થાન મોટાભાગે નીચા મોર્ગેજ રેટ્સ, રાજયના ઈન્સેન્ટિવ્સ અને ગ્રાહકોની માગને કારણે છે. વેલ્યુ અને યુનિટ વેચાણની દૃષ્ટિએ હાઉસિંગ વેચાણ વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં વર્ષ ૨૦૨૦માં ૩૧ ટકા જેટલું દ્યટયું હતું જયારે નવી પ્રોપર્ટીનું વેચાણ કુલ વેચાણના ૧૬ ટકા જેટલું જ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પબ્લિક ડેટ-ટુ-જીડીપી રેશિયો વધીને ૯૦ થયો છે, જે કોરોનાકાળ પહેલાં ૭૨ હતો.

(10:23 am IST)