મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

ગાયના પેટમાંથી ૭૧ કિલો પ્લાસ્ટિકનો કચરો નિકળ્યો

પ્લાસ્ટિકનો કચરો ઘાતક હોવાનો વધુ એક પુરાવો : હરિયાણાના ઘટના પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

ફરીદાબાદ, તા.૫  : સમાચાર હરિયાણાના ફરીદાબાદના છે. અહીં ગાયના પેટમાંથી ૭૧ કિલો કચરો નીકળ્યો હતો. તે પ્લાસ્ટિકનો વેસ્ટ હતો. સમાચાર મુજબ ગાય ગર્ભવતી હતી. આ કચરો ખાવાને કારણે તેનું અને તેના વાછરડાનું મોત નીપજ્યું.

આઇએફએસ અધિકારી પ્રવીણ આંગુસામીએ આ વિડીયો શેર કર્યો છે. તેમાં તે લખે છે કે આ ગાયના પેટમાં ૭૧ કિલો સુધીનો પ્લાસ્ટિક, નખ અને અન્ય કચરો મળી આવ્યો હતો. સગર્ભા ગાયના પેટમાં બાળકોને ઉછેરવા માટે કોઈ જગ્યા બાકી નહોતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

પીપલ્સ ફોર એનિમલ્સ ટ્રસ્ટ ફરીદાબાદએ આ ગાયને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. માર્ગ અકસ્માત બાદ તેને બચાવી લેવામાં આવી હતી એ પછી ડોકટરોએ જાણ થઈ કે સગર્ભા ગાયને ઘણી રીતે સમસ્યાઓ છે. ૨૧ ફેબ્રુઆરીએ તેમનું ચાર કલાકનું ઓપરેશન કરવામાં આવ્યું. તેણે તેના પેટમાંથી નખ, પ્લાસ્ટિક, આરસ સહિતનો અન્ય તમામ પ્રકારનો કચરો બહાર કાઢયો. આ માહિતી ટ્રસ્ટના પ્રમુખ રવિ દુબેએ આપી હતી.

ગાયના પેટમાં ખૂબ પ્લાસ્ટિક હોવાને કારણે, વાછરડાને ઉછેર થવા માટે પૂરતી જગ્યા નહોતી. આથી જ તેનું મૃત્યુ થયું. ત્રણ દિવસ પછી ગાયનું પણ મોત થયું. દુબેએ જણાવ્યું હતું કે, આજ સુધીના ૧૩ વર્ષના તેમના અનુભવમાં તેમણે ગાયના પેટમાંથી આટલો કચરો જોયો નથી. તો મિત્રો જો તમને કોઈ ગાય તમારી આજુબાજુ પ્લાસ્ટિક ખાતી જોઈ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. તેમને ખાવા માટે કંઈક બીજું આપો.

(12:00 am IST)