મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

મોંઘવારી સામે લોકોએ અવાજ ઊઠાવવો પડશે

કેન્દ્ર પર મોંઘવારીના મુદ્દે રાહુલા ગાંધીના પ્રહાર :મોંઘવારી એક અભિશાપ છે, કેન્દ્ર સરકાર માત્ર ટેક્સની રકમ મેળવવા લોકોને મોંઘવારીના ખપ્પરમાં ધકેલે છે

નવી દિલ્હી, તા.૫ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે અને સોશિયલ મીડિયા પર તેની સામે અવાજ ઉઠાવવા માટે અભિયાન શરુ કર્યુ છે.

દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધવાની સાથે સાથે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. કોરોનાના કારણે આર્થિક મંદી અને બીજી તરફ મોંઘવારીની વચ્ચે લોકો પિસાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, લોકોએ હવે ભેગા મળીને મોંઘવારી સામે અવાજ ઉઠાવવાની જરુર છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મોંઘવારી એક અભિશાપ છે. કેન્દ્ર સરકાર માત્ર ટેક્સની રકમ મેળવવા માટે લોકોને મોંઘવારીના કળણમાં ધકેલી રહી છે. દેશ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે લોકોએ તેની સામે અવાજ ઉઠાવવો જરુરી છે.

રાહુલ ગાંધીએ આ અભિયાન શરુ કર્યા બાદ કોંગ્રેસના નેતા શશિ થરુરે કહ્યુ હતુ કે, મોદી સરકારે જે પણ પગલા ભર્યા છે તેના કારણે સરવાળે લોકોના ખિસ્સા ખાલી થયા છે પણ હવે લોકો સહન નહીં કરે અને અવાજ ઉઠાવશે.

 કોંગ્રેસના બીજા નેતાઓ પણ આ મુદ્દે હવે પોતાના પ્રત્યાઘાત આપી રહ્યા છે.

(12:00 am IST)