મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી માજુ વર્ગીસની નિમણુંક

ન્યુ યોર્ક : અમેરિકાના પ્રેસિડન્ટ  જો બિડેને ઇન્ડિયન અમેરિકન એટર્ની માજુ વર્ગીઝની નિમણૂક વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસ ડિરેક્ટર તરીકે કરી છે, તેઓ પ્રેસિડેન્ટના ચૂંટણી  અભિયાનના મુખ્ય ઓપરેટિંગ અધિકારી હતા .

પ્રેસિડન્ટ બિડેન અને વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસના ચૂંટણી પ્રચારનું સંચાલન કર્યા પછી, વર્ગીઝે તેમના શપથ ગ્રહણ સમારોહ અને અન્ય  કાર્યક્રમોના  કાર્યકારી નિયામક તરીકે સેવાઓ  આપી હતી.

વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસ  ડિરેક્ટર તરીકે, તેઓ લશ્કરી સમર્થનની દેખરેખ રાખશે, જેમાં તબીબી સહાયતા, કટોકટીની તબીબી સેવાઓ અને રાષ્ટ્રપતિના પરિવહન અને સરકારી સમારંભો અને કાર્યોના  આયોજનનો સમાવેશ થાય છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(7:08 pm IST)