મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા એડિસન શહેરના મેયરપદ માટે 3 ઇન્ડિયન અમેરિકન મેદાનમાં : શ્રી સેમ જોશી ,સુશ્રી સપના શાહ ,તથા શ્રી મહેશ ભાગીઆ ચૂંટણી લડવા ઉત્સુક

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં આવેલા એડિસન શહેરના મેયરપદ માટે 3 ઇન્ડિયન અમેરિકન ઉત્સુક હોવાનું સ્થાનિક સમાચાર સૂત્રો જણાવે છે.કુલ પાંચ દાવેદારોમાં ત્રણ ઇન્ડિયન અમેરિકન છે.જેમાં કાઉન્સિલમેન શ્રી સેમ જોશી ,  પૂર્વ કાઉન્સિલ વુમન તથા બોર્ડ ઓફ એજ્યુકેશન મેમ્બર  સુશ્રી સપના શાહ ,તથા એડિસન ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશન વર્તમાન ચેર શ્રી મહેશ ભાગીઆનો સમાવેશ થાય છે.જેઓએ એડિસન ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશન સમક્ષ સમર્થન માટે દાવેદારી નોંધાવી છે.

ચૂંટણી લડવા ઉત્સુક કુલ પાંચ વ્યક્તિઓ  પૈકી અન્ય બે ઉમેદવારોમાં કાઉન્સિલમેન જો કોયલે ,તથા એડિશન બોર્ડ ઓફ એજ્યુકેશનના પૂર્વ મેમ્બર રિચાર્ડ બ્રેશરનો સમાવેશ થાય છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:44 pm IST)