મુખ્ય સમાચાર
News of Tuesday, 6th March 2018

થર્મલ પાવર પર સંકટ?

RBIના નિયમોથી NPA થઇ જશે બે તૃતિયાંશ થર્મલ પ્લાન્ટ્સ

નવી દિલ્હી તા. ૬ : વીજળી કંપનીઓને ડર છે કે હવે તેમના બે તૃતિયાંસ થર્મલ પાવર કેપેસિટીને NPA ઠેરવી દેવામાં આવી શકે છે. ઈન્ડસ્ટ્રી એકિઝકયુટિવ્સ અને એકસપર્ટ્સ તેના માટે પાછલા મહિને સ્ટ્રેસ્ડ એસેટ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નવા નિયમોને જવાબદાર ઠેરવી રહ્યા છે. કંપની ભલે આ મામલે ઓન રેકોર્ડ આવવાથી ખચકાઈ રહી હોય પણ તેના કારણે ૫૧,૦૦૦ મેગાવોટનો ઓપરેશનલ પાવર જનરેશન કેપેસિટી પ્રભાવિત થઈ શકે છે. આમ થવાથી ૪ લાખ કરોડ રૂપિયા ફસાઈ શકે છે, સાથે જ ૨૮,૦૦૦ મેગાવોટના નિર્માણાધીન પ્લાન્ટ્સ પર ખતરો તોળાવા લાગશે.

આરબીઆઈએ ૧૨ ફેબ્રુઆરીએ રિજોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ રિવાઈઝડ ફ્રેમવર્ક પર એક નોટિફિકેશન જારી કર્યું હતું. જેમાં બેંકોને વ્યાજ ચૂકવવામાં એક દિવસનું પણ મોડું થવાથી લોનને ડિફોલ્ટમાં નાખવા માટે કહેવામાં આવ્યું છે. એકસપર્ટ્સનું કહેવું છે કે હવે તો હવે તો એવા પાવર પ્રોજેકટ્સ પણ આરીબીઆઈના સકર્યુલરમાં નક્કી સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ્સ કેટેગરીમાં આવી શકે છે જે રીપેમેન્ટ અને વ્યાજ પેમેન્ટની દ્રષ્ટીએ સારી સ્થિતિમાં છે. પાવર પ્લાન્ટ્સને કોલસા માટે કોલ ઈન્ડિયાને એડવાન્સ પેમેન્ટ કરવાનું હોય છે જયારે તેમને રાજયોના પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પાસેથી પેમેન્ટ ૯૦થી ૧૫૦ દિવસમાં મળે છે.

આ સિવાય જે પાવર પ્લાન્ટ્સ કોલસાની આપૂર્તિ અને વીજળીની ખરીદી માટે કરાર નથી કરી શકયા અને જેમની ગણતરી સ્ટાન્ડર્ડ એસેટ્સમાં થાય છે, તેમના પર આરબીઆઈના નોટિફિકેશનની અસર થશે, સાથે જ તે પાવર પ્રોજેકટ્સને પણ અસર થશે જે સતત લોન રિપેમેન્ટ કરી રહ્યા છે. આરબીઆઈ નોટિફિકેશનથી બેંકો ઈન્ફ્રાટેક, જીએમઆર એનર્જી, હિન્દુસ્તા પાવર પ્રોજેકટ્સ, ILFS, રતન પાવર ઈન્ડિયા અને જીવીકે એનર્જીના પ્રોજેકટ્સને અસર થઈ શકે છે.

રિવાઈઝડ ફ્રેમવર્ક જે અકાઉન્ટ્સ પર લોન અને વ્યાજ ૧થી ૩૦ દિવસ થઈ જશે તેમને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ્સ કેટેગરી-0 (SMO-0)માં નાખવામાં આવશે. હાલ ઘણાં ઓછા પાવર પ્લાન્ટ છે જે ડ્યુ ડેટ પર લોન ચૂકવી રહ્યા છે, જયારે મોટાભાગના લગભગ ૩૦ દિવસનો રિપેમેન્ટ શિડ્યુલ છે. સાઉથ ઈન્ડિયાની એક પાવર જનરેશન કંપનીના સિનિયર એકિઝકયુટિવે કહ્યું કે, નોટિફિકેશનના લીધી ધીરે-ધીરે તમામ ગુડ લોન ઈન્સોલ્વેન્સી પ્રોસીડિંગ્સના સર્કલમાં આવી જશે અને તેમના પ્રમોટરોમાં બદલાવનું રિસ્ક વધી જશે.

આરબીઆઈના નવા નિયમ ઘણું કડક છે અને ૧૮૦ દિવસના ટાઈમ પીરિયડ હિસાબે કામ કરવું ઘણું મુશ્કેલ છે. તેમણે કહ્યું, 'રેગ્યુલેશનમાં નિરંતરતા ન રહેવાથી એ વાતની કોઈ ગેરન્ટી નથી રહી કે પાવર પ્લાન્ટ્સ સમયે પોતાની લોન ચૂકવતા રહેશે.' આ સમયે લગભગ ૮૫,૦૦૦ મેગાવોટના પ્રાઈવેટ થર્મલ પ્લાન્ટ લાચુ છે પણ તેમાંથી મોટાભાગના કોલસના સપ્લાયમાં તકલીફ, લોંગ ટર્મ પાવર પરચેઝ એગ્રીમેન્ટ ન થવાના કારણે અને આ સિવાય રેગ્યુલેટરી ઓર્ડર્સ અને ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી પેમેન્ટમાં મોડું થવા સહિત ઘણી રીતે દબાવમાં ચાલી રહી છે.

(12:55 pm IST)