આવો દગો! નાની દીકરી બતાવી મોટી પરણાવી દીધીઃ વરરાજાએ આપી આપઘાત કરી લેવાની ધમકી
વરપક્ષે ગુસ્સે ભરાઈને છોકરીને તાત્કાલિક તેના ઘરે પાછી મોકલી દીધી
લખનૌ,તા. ૬: ઉત્તરપ્રદેશના સંભલ જીલ્લામાં લગ્નમાં બાબતે પરિવાર સાથે થયેલ ડગાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં વાત એમ છે કે કન્યા પક્ષવાળાઓએ વરરાજાને નાની છોકરી બતાવી અને મોટી છોકરી સાથે લગ્ન કરાવી દેતા મામલો ગંભીર બન્યો છે. લગ્ન બાદ જયારે પરિવારમાં મુહ દિખાઈની વિધિ દરમ્યાન જયારે દુલ્હનનો ઘુંઘટ ઉઠાવ્યો તો ખબર પડી કે આ તો તેમની મોટી છોકરી છે. તેથી સમગ્ર મામલો બિચક્યો હતો. વરપક્ષે ગુસ્સે ભરાઈને છોકરીને તાત્કાલિક તેના ઘરે પાછી મોકલી દીધી હતી. અને વરરાજાએ ન્યાય મળતા આપઘાત કરી લેવાની ધમકી આપી હતી.
આ કિસ્સો ઉત્તર પ્રદેશના હજરત નગરનો છે. અહીંયા કૈલાદેવી તાલુકામાં રહેતા પરિવારની એક છોકરીની ગત ૨૬ જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. ત્યાર બાદ લગ્નના રિતરિવાજ મુજબ વરપક્ષવાળાઓએ જયારે મુહ દિખાઈની વિધિમાં કન્યાના માથા પરથી ઘુંઘટ ઉઠાવ્યો ત્યારે આખો પરિવાર ચોકી ઉઠ્યો હતો. લગ્ન પહેલા જે છોકરી બતાવી હતી તેની જગ્યાએ મોટી છોકરીને મંડપમા બેસાડી તેની સાથે રીતરિવાજ મુજબ ઘુંઘટ ઓઢાડી લગ્ન કરવી દીધા હતા.
પારિવારિક રિતરિવાજ મુજબ વરપક્ષવાળાઓએ લગ્નમાં કન્યાના માથા ઘુંઘટસ સાથે લગ્ન કરવાના હોય છે. જેમા કન્યા પક્ષે નાની છોકરી બતાવી મોટી છોકરી સાથે પરણાવી દીધી હતી. આ ઘટના થોડીવારમા આખા ગામમા ફેલાઈ ગઈ હતી. અને છોકરવાળાઓએ છોકરીને તાત્કાલિક તેના ઘરે પાછી મોકલી દીધી હતી. અને પક્ષોના વિવાદ બાદ પંચાયત બોલાવવામાં આવી હતી.
ગત ૨૬ જાન્યુઆરીના રોજ સામાજીક રિતરિવાજ મુજબ સમાજની એક છોકરીની લગ્ન થયા હતા. કન્યા પક્ષવાળાઓએ વરરાજાને નાની છોકરી બતાવી અને મોટી છોકરી સાથે લગ્ન કરાવી દેતા મામલો પંચાયતમાં પહોચ્યો હતો. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિકાલ આવ્યો નહોતો. તેથી વરરાજા ડાલચંદે કહ્યુ કે, જો મારી સાથે ન્યાય નહી થાય તો હુ આત્મહત્યા કરી લઈશ. આ પછી છોકરા પક્ષે હવે મામલે પોલિસમાં અરજી આપી છે. જેમા પોલિસ તપાસ કરી ન્યાયીક કાર્યવાહી હાથ ધરશે.