મુખ્ય સમાચાર
News of Monday, 6th February 2023

લોકોને નગ્ન થઈને રસ્‍તા પર ચાલવાનો અધિકાર, કોઈ રોકી ન શકે

ઈતિહાસમાં પહેલી વાર ઐતિહાસિક ચુકાદો : સ્‍પેનની હાઈકોર્ટે ન્‍યૂડ ફરનાર શખ્‍સના પક્ષમાં આપ્‍યો ચુકાદો ન્‍યૂડ ફરવાથી જાહેર કાયદા કે વ્‍યવસ્‍થાનો કોઈ ભંગ થતો નથી

લંડન,તા. ૬ : સ્‍પેનની હાઈકોર્ટે જાહેર કરેલા એક ઐતિહાસિક ચુકાદામાં નગ્ન ફરવાને લોકોની આઝાદી ગણાવી છે. એક વ્‍યક્‍તિ નગ્ન થઈને ફરતો જોવા મળ્‍યો હતો.  ઘણા દિવસોથી રસ્‍તા પર નગ્ન થઈને ફરતા આ શખ્‍સ સામે લોકોએ ફરિયાદ કરી હતી. મહત્‍વની વાત એ છે કે કોર્ટમાં પણ તે વ્‍યક્‍તિ માત્ર જૂતા પહેરીને નીચલી કોર્ટમાં જતો હતો. દરમિયાન મામલો હાઈકોર્ટમાં પહોંચ્‍યો હતો. સ્‍પેનની હાઈકોર્ટે આ શખ્‍સની તરફેણમાં ચુકાદો આપતાં નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો છે.

વેલેન્‍સિયા કોર્ટે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્‍યો હતો. હાઈકોર્ટે કહ્યું કે જે શખ્‍સ કપડાં વગર રોડ પર ફરી રહ્યો છે તેનાથી નાગરિક સુરક્ષા, શાંતિ અથવા જાહેર વ્‍યવસ્‍થાને કોઈ નુકસાન થયું નથી. તે અલડિયા શહેરમાં નગ્ન ફરતો જોવા મળ્‍યો હતો. કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્‍યો અને કહ્યું કે તે નગ્ન થઈને તેના ગામમાં ફરી શકે છે.

ઘણા લોકોએ કોર્ટના આ નિર્ણયની ટીકા કરી, પરંતુ એવા લોકો પણ હતા જેમણે તેમનો સાથ આપ્‍યો હતો. અલેજાન્‍ડ્રો નામના શખ્‍સના ઘણા ફોટો/ વીડિયો વાયરલ થયા હતા. આમાં તે ખેતરોની વચ્‍ચે નગ્ન અવસ્‍થામાં સાયકલ ચલાવતો જોવા મળ્‍યો હતો. અલેજાંદ્રોએ જણાવ્‍યું કે, એકવાર તેને ચાકુથી ધમકી આપવામાં આવી હતી. સ્‍પેનમાં જાહેર ન્‍યાય ૧૯૮૮થી કાયદેસર છે. અહીં કોઈપણ વ્‍યક્‍તિ નગ્ન થઈને શેરીઓમાં ફરી શકે છે.

સ્‍પેનના વેલેન્‍સિયામાં છેલ્લા ૨ વર્ષથી અલેજાન્‍ડ્રો નામનો શખ્‍સ ન્‍યુડ થઈને ફરી રહ્યો છે. તેને ન્‍યૂડ રહેવું વધારે ગમે છે પરંતું તેને નગ્ન થઈને ફરતો જોઈને લોકોના નાકવા ટેરવે ચડી જતા હતા અને તેને અટકાવવા માગતા હતા તેથી તેમણે કોર્ટમાં અરજી કરીને શખ્‍સને આવું કરતો રોકવાની માગ કરી હતી.

(10:29 am IST)