મુખ્ય સમાચાર
News of Saturday, 6th February 2021

તર્કી એરલાઇન્‍સની કાર્ગો ફલાઇટના લેન્‍ડિંગ ગિયરમાં ચોંટી જતા 16 વર્ષના કિશોરે 19 હજાર ફુટની ઉંચાઇએ લંડનથી હોલેન્‍ડ સુધી મુસાફરી કરતા

માસ્ટ્રિચ્ટઃ વિમાનની નીચે લેન્ડિંગ ગિયરમાં ચોંટીને એક કિશોરે 510 કિમીની મુસાફરી કરી લીધી. તે પણ 19000 ફૂટની ઊંચાઇએ કાતિલ ઠંડીમાંજીવિત રહીને.

પ્રાપ્ત વિગત મુજબ 16 વર્ષનો કિશોરે તર્કી એરલાઇન્સની કાર્ગો ફ્લાઇટના લેન્ડિંગ ગિયરથી ચોંટી જીવના જોખમે મુસાફરી કરી. લંડનથી ઉપડેલી આ ફ્લાઇટ હોલેન્ડના માસ્ટ્રિચ્ટ પહોંચી તો એરપોર્ટ સ્ટાફને વિમાનના લેન્ડિંગ ગિયરમાં ચોંટેલો આ કિશોર મળી આવ્યો હતો.

કિશોર હાઇપોથર્મિયાનો શિકાર થઇ ગયો

એક દિવસ પહેલાં જ આ ફ્લાઇટ તૂર્કીની રાજધાની ઇસ્તાંબુલથી લંડન પહોંચી હતી. ત્યાંથી તે હોલેન્ડ રવાના થઇ હતી. આશરે 1900 ફૂટની ઊંચાઇએ ભારે ઠંડીને કારણ આ કિશોર હાઇપોથર્મિયાનો શિકાર થઇ ગયો છે. જેના કારણે તેને હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો છે.

DutchNews.nlના રિપોર્ટ મુજબ આ કિશોરે વિમાનમાં ચોંટી 510 કિમીની યાત્રા કરી. ત્યારે હોલેન્ડના માસ્ટ્રિચ્ટ એરપોર્ટ પર તેને ઉતારવામાં આવ્યો હતો. આ કિશોરની ઓળખ જાહેર કરાઇ નથી. પરંતુ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે છોકરો ભાગ્યશાળી છે કે આટલી ઊંચાઇએ ખુલ્લામાં યાત્રા કરવા છતાં જીવિત રહ્યો. નહિતર અગાઉ ઘણા લોકોએ વિમાનના લેન્ડિંગ ગિયર સાથે ચોંટી યાત્રા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ મોટાભાગના કિસ્સામાં કોઇ જીવિત રહ્યું નથી.

હાલ સ્થાનિક અધિકારીઓ આ મામલે માનવ તસ્કરીની શક્યતા હોવાની પણ તપાસ કરી રહ્યા છે.

જાન્યુઆરી 2020માં 14 વર્ષનો કિશોર મોતને ભેટ્યો

અગાઉ જાન્યુઆરી 2020માં 14 વર્ષનો કિશોર આવી રીતે લેન્ડિંગ ગિયર સાથે ચોંટી યાત્રા કરવા જતાં મોતને ભેટ્યો હતો. આ ઘટના એર ફ્રાન્સના બોઇંગ 777માં બની હતી. આ ફ્લાઇટ આઇવરી કોસ્ટથી પેરિસ પહોંચી હતી. ત્યારે અની ગ્યુબાહી લુરેન્ટ બાર્થલેમી નામનો કિશોર લેન્ડિંગ ગિયરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનું માઇનસ 50 ડિગ્રી ઠંડીને કારણે મોત થઇ ગયું હતું.

એપ્રિલ 2014માં 16 વર્ષનો કિશોર બચી ગયો

આવી એક ઘટના એપ્રિલ 2016માં પણ બની હતી. હવાઇ એરલાઇન્સની ફ્લાઇટ 45માં 16 વર્ષનો સાન જોશ નામનો કિશોર લેન્ડિંગ ગિયર સાથે ચોંટી 5 કલાકની મુસાફરી પછી કેલિફોર્નિયાથી માઉઇ ટાપુના કહુલુઇ એરપોર્ટ પહોંચ્યો હતો. થીજાવતી ઠંડી અને ઓક્સિજનની અછત છતાં તે કેવી રીતે ગયો તે સવાલ હતો. જો કે નિષ્ણાતો માની રહ્યા હતા કે કિશોર ફલાઇટ ઊપડ્યા બાદ વિમાનના અંદરના ભાગમાં સરખી ગયો હશે.

1947થી 94 ફ્લાઇટમાં 100થી વધુ ઘટના

રિપોર્ટ મુજબ 1947થી અત્યાર સુધી વિમાનના લેન્ડિંગ ગિયર (Plane Landing Gear)માં ચોંટી મુસાફરી કરવાની 100થી વધુ ઘટના બની. તેમાંથી 24 ટકામાં યાત્રી બચી શક્યા. જેમાં 9 વર્ષના એક કિશોરનો સમાવેશ થાય છે.

(5:18 pm IST)