મુખ્ય સમાચાર
News of Saturday, 6th February 2021

સીંગલ ડોઝ કોરોના રસી હવે ફકત એક ડગલુ દુર

જોનસન એન્‍ડ જોનસને અમેરિકામાં માંગી મંજૂરી જોનસન કોવિદ-૧૯ રસી માટે એક ડોઝમાં ૬૬ ટકા સુરક્ષાનો કરાયો દાવો

વોશિંગ્‍ટન તા. ૬ :.. કોરોના સામેના જંગમાં દુનિયાને ટૂંક સમયમાં સીંગલ ડોઝ કોરોના રસી મળી જશે. જોનસન કોવિદ-૧૯ના ત્રીજા તબકકાની ટ્રાયલમાં ખરા ઉતર્યા પછી મુખ્‍ય દવા ઉત્‍પાદક કંપની જોનસન એન્‍ડ જોનસને અમેરિકામાં તેના આપાત ઉપયોગ માટે મંજૂરી માંગી છે.

‘જોનસન કોવિડ-૧૯' ફકત એક ડોઝમાં કોરોના સામે ૬૬ ટકા સુરક્ષા આપવાનો દાવો કરે છે. તેને જોનસન એન્‍ડ જોનસનની સહયોગી જોનસન બાયોટેક વિકસીત કરી છે.  કંપની દ્વારા આ રસીના આપાત ઉપયોગની માગણી કરાઇ છે. જેના પર બે અઠવાડીયામાં નિર્ણય લેવાશે.

જો એફડીએ ‘જોનસન કોવિદ-૧૯' ને મંજૂરી આપી દેશે તો, અમેરિકામાં ફાઇઝર બાયો એન્‍ટેક અને મોડર્ના રસી પછી આપાત સ્‍થિતીમાં ઉપયોગની મંજૂરી મેળવનાર તે ત્રીજી રસી બનશે.

જોનસન કોવિદ-૧૯ ની વિશેષતાઓ

૧. સામાન્‍ય રેફ્રીજરેટરમાં સ્‍ટોરેજ શકય હોવાથી સપ્‍લાયમાં સરળતાં.

ર. એક ડોઝમાં જરૂરી એન્‍ટી બોડી ઉત્‍પન્‍ન, થતા હોવાથી સ્‍ટોરેજ કેપેસીટી વધારે રાખવાની જરૂર નહીં.

૩. અમેરિકામાં સંક્રમણ સામે ૭ર ટકા સુરક્ષા આપી પણ નવા સ્‍ટ્રેન સામે ફકત પ૭ ટકા અસરકારક

૪. કોરોના ના ભાવી સ્‍વરૂપો સામે બિન અસરકારક હોવાની નિષ્‍ણાંતોને આશંકા.   

(3:34 pm IST)