મુખ્ય સમાચાર
News of Saturday, 6th February 2021

રજીસ્ટ્રેશન કરાવેલ ટ્રેડ માર્ક વાક્યના કોઈ એક શબ્દ ઉપર મોનોપોલી ગણી શકાય નહીં : ચેન્નાઇ સ્થિત રુદ્ર એન્જીનીઅરીંગ કંપનીએ રજીસ્ટર કરાવેલા વાક્યના એક શબ્દ કોરોનીલનો ઉપયોગ થતા કોપીરાઈટ ભંગ ગણી શકાય નહીં : પતંજલિ આયુર્વેદને કોરોનીલ શબ્દનો ઉપયોગ નહીં કરવા નીચલી કોર્ટે આપેલા આદેશને મદ્રાસ હાઇકોર્ટએ અમાન્ય ગણ્યો

ચેન્નાઇ : ચેન્નાઇ સ્થિત કંપની મશીનરીની સાફસૂફી માટે ઓઇલ બનાવે છે.જેનું નામ 'CORONIL-92 B' રાખવામાં આવ્યું છે.તથા તેનું રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે.

આ રજીસ્ટર્ડ વાક્યનો એક શબ્દ કોરોનીલ પતંજલિ આયુર્વેદે ઉપયોગમાં લેતા તેના વિરુદ્ધ કોપીરાઈટ ભંગનો કેસ કરાયો હતો.જે સ્થાનિક કોર્ટે માન્ય રાખી પતંજલિ આયુર્વેદને ઉપરોક્ત શબ્દનો ઉપયોગ નહીં કરવા આદેશ આપ્યો હતો.જેના અનુસંધાને પતંજલિએ મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

આથી નામદાર કોર્ટએ સ્થાનિક કોર્ટનું જજમેન્ટ અમાન્ય રાખ્યું  હતું તથા જણાવ્યું હતું કે  રુદ્ર એન્જીનીઅરીંગ કંપનીએ  આખું વાક્ય રજીસ્ટર કરાવ્યું છે.તેથી તે વાક્યનો ઉપયોગ કરી શકાય નહીં પરંતુ આ વાક્યના કોઈ એક શબ્દ ઉપર તેની મોનોપોલી ગણી શકાય નહીં.ભલે તે શબ્દ વિશિષ્ટતા ધરાવતો હોય.પરંતુ કોઈ એક શબ્દ ઉપર તેની માલિકી ગણાય નહીં .

નામદાર કોર્ટએ ઉમેર્યું હતું કે જો કંપનીએ માત્ર કોરોનીલ શબ્દનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોત તો તે શબ્દ ઉપર તેની મોનોપોલી ગણાય .આથી આખા વાક્યના એક શબ્દનો ઉપયોગ થતો અટકાવી શકાય નહીં.તેમ જણાવી રુદ્ર એન્જીનીઅરીંગ ના ટ્રેડ માર્ક ભંગ અંગે નીચલી કોર્ટે આપેલો ચુકાદો અમાન્ય રાખ્યો  હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:09 pm IST)