મુખ્ય સમાચાર
News of Saturday, 6th February 2021

કોરોના વેક્સીન લેવાથી મારા પતિનું મોત થયું હોવાની મને શંકા છે : ફ્રન્ટ લાઈન વર્કરની પત્નીએ મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : મૃતદેહનો ઓટોપ્સી રિપોર્ટ કઢાવવાનો નામદાર કોર્ટનો સત્તાવાળાઓને આદેશ

મદુરાઈ : કોરોના વાઇરસ વચ્ચે સેવા આપનાર એક ફ્રન્ટલાઈન વર્કરનું વેક્સીન લીધા પછી મોત નિપજતા તેની પત્ની અંબિકાએ મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.અને પોતાના પતિનું મોત કોરોના વેક્સીન લેવાથી થયું હોવાની શંકા વ્યક્ત કરી છે.

મહિલાની પિટિશનને ધ્યાને લઇ નામદાર કોર્ટની ખંડપીઠે શંકાસ્પદ કેસને ધ્યાને લઇ મૃતકનો AEFI મુજબ ઓટોપ્સી રિપોર્ટ કઢાવવા સત્તાવાળાઓને આદેશ આપ્યો છે.જેના અનુસંધાને મહિલાના મૃતક પતિનું શબ મદુરાઈ ખાતેની  સરકારી રાજાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મૃતદેહના ઓટોપ્સી રિપોર્ટ માટે એક ઓટોપ્સી સર્જન ,એક પેથોલોજીસ્ટ ,તથા એક ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની ટિમ દ્વારા કરવામાં આવે છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:37 am IST)