મુખ્ય સમાચાર
News of Tuesday, 6th February 2018

કાશ્મીર માટે જનરલ મુશરર્ફ પાસેનો સિક્રેટ પ્લાન ભારત તરફી હોવાથી સેનાના અન્ય અધિકારીઓએ ફગાવી દીધો :આસિફ ઝરદારી

મુશર્રફે પ્લાનને સેનાના અન્ય જનરલોની સામે મુક્યો તો તમામ અધિકારીઓ રૂમમાંથી બહાર નીકળી ગયા

નવી દિલ્હી :પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ અલી ઝરદારીએ કાશ્મીર મુદ્દાનો ઉકેલ માટે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુંટ્ટો સહમત હોવાનું જણાવાઈ એવો પણ દાવો કર્યો હતો કે કાશ્મીર અંગે જનરલ મુશરર્ફ પાસે સિક્રેટ પ્લાન હતો ઝરદારીએ એમ પણ જણાવ્યું હતું કે કાશ્મીર પર જનરલ મુશર્રફની પાસે પણ એક સિક્રેટ પ્લાન હતો. જેનો ઝુકાવ ભારત તરફ હતો. તેથી સેનાના અન્ય અધિકારીઓએ તે પ્લાનને ફગાવી દીધો

   . તેમણે દાવો કર્યો કે તેમની પાસે મુશર્રફના તે સિક્રેટ કાશ્મીર પ્લાનની કોપી છે. ઝરદારી મુજબ જ્યારે મુશર્રફે પ્લાનને સેનાના અન્ય જનરલોની સામે મુક્યો તો તમામ અધિકારીઓ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા.

(11:05 pm IST)