મુખ્ય સમાચાર
News of Sunday, 5th December 2021

નરેન્દ્રભાઈ આજે દહેરાદૂનમાં : ૧૮ હજાર કરોડની પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

નવા કોરિડોરથી દિલ્હી અને દહેરાદૂનનું અંતર માત્ર ૨ કલાક થઈ જશે

નવી દિલ્હી તા. ૪ : ઉત્તરાખંડ સહિત ૫ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ વાગી ચૂકયું છે. પીએમ મોદી આજે દહેરાદૂનમાં ૧૮ હજાર કરોડની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરેલ. આ બાદ તે પરેડ મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી.

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમની આ રેલીને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જેને વિજય સંકલ્પ રેલી નામ આપવામાં આવ્યું છે અને આજે રાજયમાં ચૂંટણી શંખનાદ કહેવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડમાં પીએમ મોદીના આ કાર્યક્રમને લઈને તૈયારીઓ ઘણા દિવસોથી શરુ કરવામા આવી હતી.

પીએમનો ૩ મહિનામાં ત્રીજી વાર ઉત્તરાખંડનો પ્રવાસ છે. ગત કેટલાક સમયથી રાજયમાં રાજનીતિક એકિટવિટી ચાલી રહી છે તેવામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી આજે બપોરે લગભગ ૧૨ વાગે જોલીગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. એ બાદ હેલિકોપ્ટરથી પરેડ મેદાન સ્થિત હેલીપેડ ગયેલ. ત્યાં પ્રદર્શની નિહાળી ૧૮ હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ તથા લોકાર્પણ કરેલ.

આજે ઉત્તરાખંડમાં નરેન્દ્રભાઈ જે યોજનાઓનું શિલાન્યાસ કર્યું છે તેમાં ૮૬૦૦ કરોડના ખર્ચે બનેલો દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોર પણ સામેલ છે. આ આર્થિક કોરિડોરથી દિલ્હી અને દહેરાદૂનનું અંતર માત્ર ૨ કલાક થઈ જશે.

(12:00 am IST)