મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

નાગરિક તરીકે આપણે ખેડૂતોની સાથે ઊભા રહેવું જોઈએ. :દક્ષિણના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજનું ટ્વીટ વાયરલ

ખેડૂતોનું કલ્યાણ કરવું એ આપણી પ્રથમ ચિંતા હોવી જોઈએ: તેમને પણ સાંભળવા જોઈએ.

નવી દિલ્હી : દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો નું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સાથે જ અમુક બોલિવૂડના અને મોટાભાગના પંજાબી કલાકારો પણ સતત ટ્વિટ કરીને જ્યાં ખેડૂતો ને સમર્થન આપી રહ્યા છે ત્યારે દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે ખેડૂતો ના સમર્થનમાં ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

પ્રકાશ રાજે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે ખેડૂતો નું કલ્યાણ કરવું એ આપણી પ્રથમ ચિંતા હોવી જોઈએ. આ સાથે પ્રકાશ રાજે કહ્યું કે નાગરિક તરીકે આપણે ખેડૂતો ની સાથે ઊભા રહેવું જોઈએ.

ખેડૂતો ને લઈને બનેલું પ્રકાશ રાજનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે, સાથે જ ચાહકો પણ તેની પર ટિપ્પણી કરી રહ્યા છે. પ્રકાશ રાજે પોતાના ટ્વિટમાં લખ્યું છે,"આપણાં રાજકીય જોડાણો હોવા છતાં, નાગરિક તરીકે આપણે આપણા ખેડૂતોની સાથે ઊભા રહેવું જોઈએ. તેમને પણ સાંભળવા જોઈએ. તેમની સુખાકારી આપણી પ્રથમ ચિંતા હોવી જોઈએ."

(10:44 pm IST)