મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

પશ્ચિમ બંગાળમાં ભાજપના સંપર્ક અભિયાન વેળાએ બોમ્બ વિસ્ફોટ :સાત કાર્યકર્તા ઘાયલ

આસનસોલ સ્થિત જામગ્રામમાં રેલી દરમિયાન બોમ્બ ફ્રેકયા : ભાજપે ટીએમસી પર લગાવ્યો આરોપ

કોલકતા : પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સંપર્ક અભિયાનમાં બોમ્બ વિસ્ફોટ થતાં સાત કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. બીજેપીએ હિંસક ઘટના માટે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યા હતા.

 વર્ધમાન જીલ્લાના આસનસોલ સ્થિત જામગ્રામમાં રેલી દરમિયાન બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. બોમ્બ વિસ્ફોટની ઘટના અંગે બીજેપી સ્થાનિક નેતાએ આરોપ લગાવ્યા હતા કે, ટીએમસીના કાર્યકર્તાઓએ ફાયરિંગ કર્યુ અને બોમ્બ ફેંક્યા હતા, જેમાં સાત કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા

આ હિંસક ઘટનામાં પોલીસ પાસેથી મદદ માંગી પરંતુ તેમણે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે પરંતુ એ પહેલા જ બીજેપી અને સત્તાધીશ ટીએમસી વચ્ચે હિંસક ઘર્ષણ વધી રહ્યુ છે. જેમાં બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે ટીએમસીના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે તેઓ આવા કૃત્યોથી દૂર રહે નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે

(9:40 pm IST)