મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

બ્રિટન બાદ બહેરીને ફાઈઝર રસીને આપી ઇમરજન્સી વપરાશને મંજૂરી : તાપમાન અવરોધ લાવી શકે છે

બહેરીનને રસીનો પુરવઠો અને ડોઝની સંખ્યા સહિતના વેચાણ કરાર ગુપ્ત

બ્રિટન પછી બહેરીને ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ફાઈઝર અને તેના જર્મન ભાગીદાર બાયોનોટેક દ્વારા વિકસિત કોવિડ -19 રસીના ઇમરજન્સી વપરાશને ઔપચારિક મંજૂરી આપનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે. શુક્રવારે રાત્રે બહરીનની સત્તાવાર સંદેશાવ્યવહાર એજન્સીએ આની જાહેરાત કરી હતી.

એજન્સીએ કહ્યું, “ઉપલબ્ધ ડેટાના સંપૂર્ણ વિશ્લેષણ અને સમીક્ષા કર્યા પછી, બહેરિનની આરોગ્ય નિયમનકારી એજન્સીએ તેના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.” જોકે, બહરીને તે જણાવ્યું ન હતું કે તેણે રસીનો કેટલો ડોઝ ખરીદ્યો હતો અને રસીકરણ ક્યારે શરુ થશે.

ફાઈઝરે પછીથી અહેવાલ આપ્યો હતો કે બહેરીનને રસીનો પુરવઠો અને ડોઝની સંખ્યા સહિતના વેચાણ કરાર ગુપ્ત છે અને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ કહ્યું કે અમે રસીના યોગ્ય પરિવહન, સંગ્રહ અને તાપમાનને લગતી વિસ્તૃત લોજીસ્ટીક યોજના બનાવી છે.

જો કે, બહેરીનનું ઉચ્ચ તાપમાન કંપનીની તૈયારીઓ પછી પણ એક પડકાર ઉભો કરી શકે છે. કારણ કે ફાઈઝર-બાયોનોટેક દ્વારા ઉત્પાદિત આ રસી સંગ્રહવા માટે, -70 ડિગ્રી તાપમાનની જરૂર પડશે. તે જ સમયે, દેશમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક અને ગરમ હોય છે. નોંધપાત્ર વાત એ છે કે, બહેરીને પહેલેથી જ ચાઇના બનાવટની રસી ‘સિનોફાર્મ’ ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે અને અત્યાર સુધીમાં 6,000 લોકોને આ રસીઓ આપવામાં આવી છે.

(9:07 pm IST)