મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

આર્જેન્ટિનામાં ધનિક લોકો પર કોરોના ટેક્સને સંસદની મંજૂરી

કોરોના મહામારીમાંથી અર્થતંત્રને બેઠું કરવા પ્રયાસ : મહમારીના પ્રકોપને રોકવા કરાયેલા ઉપાયોના ખર્ચને પહોંચી વળવા માટે દેશ દ્વારા ધનિકો પર ટેક્સ લગાવાયો

આર્જેન્ટીના, તા. : આર્જેન્ટિના સરકારે કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોના ફંડિગ માટે અમીરો પર ટેક્સ લગાવ્યો છે. નિર્ણયથી દેશના ૧૨,૦૦૦ ધનિકોને અસર થશે. દેશના સંસદે નિર્ણયને મંજૂરી પણ મળી ગઈ છે. મિલિયનર ટેક્સમાંથી મળનારી રકમનો ઉપયોગ કોરોના વાયરસ સામેની જંગમાં થશે. જેમાં મેડિકલ સપ્લાય અને ગરીબો તેમજ નાના વેપારીઓને આપવામાં આવેલી રાહતનો પણ સમાવેશ થાય છે.

ટેક્સ સંબંધિત બિલ પર સેનેટમાં થયેલી ચર્ચાનું યૂટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી તીખી ચર્ચા બાદ ૪૨ સાંસદોએ બિલના પક્ષમાં અને ૨૬ સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. ટેક્સથી રાષ્ટપ્રમુખ અલ્બર્ટો ફર્નાન્ડિઝની સરકારને ૩૦૦ બિલિયન પેસો (.૭૫ અબજ ડોલર) મળશે તેવી આશા છે. ચેમ્બર ઓફ ડેપ્યુટીઝે અગાઉ બિલને ૧૧૫ની તુલનાએ ૧૩૩ મતથી મંજૂરી આપી દીધી હતી.

આર્જેન્ટિનાની . કરોડની વસ્તી કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જોન હોપકિંસ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના ૧૪ લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને ૩૯,૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. મહામારીના કારણે દેશમાં બેરોજગારોની સંખ્યા અને ગરીબીનો દર વધ્યો છે. દેશ ૨૦૧૮થી મંદીનો સામનો કરી રહ્યો છે. મિલિયનર ટેક્સ અંતર્ગત લોકોને ટેક્સ ચૂકવવો પડશે જેમની જાહેર કરેલી સંપત્તિ ૨૦ કરોડ પેસોથી વધારે છે. ધનિકોએ દેશમાં રહેલી પ્રોપર્ટી પર . ટકા અને વિદેશમાં રહેલી પ્રોપર્ટી માટે .૨૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. ટેક્સ પેટે મળનારી રકમમાંથી ૨૦ ટકા મેડિકલ સપ્લાય માટે વાપરવામાં આવશે, ૨૦ ટકા નાના અને મધ્યમ વેપારીઓને મળશે, ૧૫ ટકા સામાજિક વિકાસ પાછળ ખર્ચ થશે, ૨૦ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે વપરાશે અને ૨૫ ટકા રકમનું રોકાણ નેચરલ ગેસ વેન્ચર્સમાં થશે. સરકારના નિર્ણયની અસર ૧૨,૦૦૦ કરદાતાઓ પર પડશે.

(8:49 pm IST)