મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

રાહુલ ગાંધી પર શરદ પવારના નિવેદનથી કોંગ્રેસ ભડકી : કહ્યું-સરકાર સ્થિર રાખવી હોય તો ખોટી ટિપ્પણી બંધ કરો

સ્ટેટ વર્કિગ પ્રેસિડેન્ટ યશોમતિ ઠાકુરે કહ્યું તમામે ગઠબંધનના નિયમોનું પાલન કરવુ જોઇએ

મુંબઈ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને શરદ પવાર તરફથી કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ કોંગ્રેસ પાર્ટીએ મહાવિકાસ અઘાડીને એક સલાહ આપી છે. પવારે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે રાહુલ ગાંધીમાં રાજકીય સ્થિરતાની કમી છે. આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટીની સ્ટેટ વર્કિગ પ્રેસિડેન્ટ યશોમતિ ઠાકુરે કહ્યુ કે, જો મહાવિકાસ અઘાડીના દળ મહારાષ્ટ્ર સરકારને સ્થિર રાખવા માંગે છે તો તેણે કોંગ્રેસના ટોચના નેતાઓ પર કોઇ પણ ખોટી ટિપ્પણી કરવાનું બંધ કરવુ પડશે.

કોંગ્રેસ પાર્ટીના આ નિવેદનને ભલે અઘાડીના દળ માત્ર એક સામાન્ય પ્રતિક્રિયા જણાવી રહ્યા હોય પરંતુ વિપક્ષનું કહેવુ છે કે મહા અઘાડીની સરકારમાં બધુ બરાબર નથી. પવારના નિવેદન અને કોંગ્રેસની નારાજગીને આધાર બનાવી ભાજપ સહિત તમામ રાજકીય પાર્ટીઓ આ કહી રહી છે કે મહારાષ્ટ્રના મહાગઠબંધનમાં બધુ બરાબર નથી.

શરદ પવારના નિવેદન પર યશોમતિ ઠાકુરે ટિપ્પણી કરી હતી કે, “જો તમે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર ઇચ્છો છો તો તમારા કોંગ્રેસના ટોચના નેતાઓ પર ખોટા નિવેદન બંધ કરવા જોઇએ. તમામે ગઠબંધનના નિયમોનું પાલન કરવુ જોઇએ. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનું નિર્માણ લોકતાંત્રિક મૂલ્યોના આધાર પર જ થયુ છે.

એક ઇન્ટરવ્યૂમાં શરદ પવારે કહ્યુ હતું કે રાહુલ ગાંધીની અંદર રાજકીય સ્થિરતાની કમી છે. આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વર્કિગ પ્રેસિડેન્ટ અને મહાવિકાસ અઘાડી સરકારમાં મંત્રી યશોમતિ ઠાકુરે કહ્યુ કે જો તમે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર ઇચ્છો છો તો તમારે કોંગ્રેસના ટોચના નેતાઓ પર ખોટા નિવેદન બંધ કરવા જોઇએ. તમામે ગઠબંધનના નિયમોનું પાલન કરવુ જોઇએ. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીનું નિર્માણ લોકતાંત્રિક મૂલ્યોના આધાર પર જ થયો છે.

(8:18 pm IST)