મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

ઇસ્ટ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત વડતાલના તાબાનું પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે

વડતાલની પ્રસાદીની ઇંટના પૂજન સાથે આજે સવારે અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં થયો મંદિર શિલાન્યાસ

ઇસ્ટ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત વડતાલના તાબાનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યુ છે. તાજેતરમાં જ વડતાલ ખાતે કાર્તિકી સમૈયા અંતર્ગત યોજાયેલ કથા સમારંભમાં આ નૂતન મંદિરના શિલાન્યાસ માટે પ્રસાદીની એક ઇંટ અર્પણ કરવામાં આવી હતી, જે આજે પાયામાં પધરાવાઈ હતી. આફ્રિકાની ધરતી પર વડતાલ તાબાનું મંદિર નિર્માણ થાય તે માટે સતત પ્રયાસ થતા રહ્યા છે.

આફ્રિકાની ધરતી પર વડતાલ તાબાનું મંદિર નિર્માણ થાય તે માટે સતત પ્રયાસો જારી રહ્યા છે. આ માટે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડો. સંત સ્વામી, શુકદેવ પ્રસાદ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી પાર્ષદ પરેશ ભગત વગેરે સંતોએ આફ્રિકાનો બે વાર ધાર્મિક પ્રવાસ યોજ્યો હતો

કચ્છના કાનજીભાી વરસાણી સહિતના હરિભક્તોનો અવિસ્મરણીય પ્રયાસ રહ્યો છે. ફળસ્વરૂપે આખરી ભૂમિપ્રાપ્તિ સાથે આજે મંદિરનો શિલાન્યાસ થયો હતો. અંદાજે બે એક વર્ષમાં મંદિર નિર્માણકાર્ય પૂરું થશે. આ નૂતન મંદિરમાં સંતોના ઉતારા, વાહન પાર્કિંગ સગવડ, ડાઇનિંગ હોલ, બાળ યુવા પ્રવૃત્તિની સગવડ સાથે ભવ્ય અને દિવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ થશે. 

વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બૉર્ડ તથા સત્સંગ મહાસભાના અવિરત પ્રયાસો અને વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી તથા પરમ હરિભક્તો કે.કે.વરસાણી (કચ્છ), પરેશભાઇ પટેલ (વડતાલ) પરેશભાઇ પટેલ (મહેળાવ), પ્રથમેશભાઇ પટેલ (નાર) હરજીભાઇ રાઘવાણી, ચંદ્રેશભાઇ બાબરીયા, કુરજીભાઇ પટેલ, કાંતિભાઇ, દેવશીભાઇ, શિવજીભાઇ વગેરે કમિટી અને ટ્રસ્ટી સભ્યો તથા પીઠડિયા ફેમિલી ઉપરાંત સત્સંગના સમાજના સંયુક્ત પ્રયાસોથી કેન્યા ખાતે આ સૂચિત વડતાલધામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે

(8:16 pm IST)