મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 66 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 101 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 11,415એ પહોંચ્યો : 67 દર્દીઓ સાજા થયા : હાલ 815 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 66 અને બપોરે 35 સાથે આજે કુલ 101 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 66 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 11,415 થયા છે. હાલમાં 815 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 67 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:03 pm IST)