મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

સરકારી નોકરી માટે તમાકુનું સેવન નહીં કરવાના શપથ લેવા પડશે

ઝારખંડમાં સરકારી નોકરી માટે અનોખી પહેલ : ઝારખંડ રાજ્યમાં કોઈ પણ વિભાગમાં નોકરીની અરજી કરનારાઓ માટે પહેલી એપ્રિલથી નવો નિયમ લાગુ કરાશે

ઝારખંડ, તા. : ઝારખંડની સરકારે હવે સરકારી નોકરી મેળવવા માગતા લોકો માટે એક અનોખી શરત મૂકી છે. ઝારખંડની સરકારે કહ્યું કે સરકારી નોકરી મેળવવા માગતા અરજદારોએ એક સોગંદનામું કરવાનું રહેશે કે જેમાં લખ્યું હશે કે જે-તે ઉમેદવાર તમાકુની પ્રોડક્ટ્સનું સેવન કરતો નથી અને ભવિષ્યમાં પણ તમાકુની પ્રોડક્ટ્સનું સેવન કરશે નહીં. પ્રાપ્ત માહિતી મુજબ, આગામી વર્ષે તારીખ એપ્રિલથી નવો નિયમ ઝારખંડમાં લાગુ કરવામાં આવશે. નિયમ તે લોકો માટે લાગુ પડશે કે જેઓ ઝારખંડ સરકારના કોઈપણ વિભાગમાં નોકરી માટેની અરજી કરી રહ્યા છે.

વાત જાણે એમ છે કે ગત મંગળવારે ઝારખંડના રાંચીમાં યોજાયેલી ટોબેકો કંટ્રોલ કમિટી સાથેની બેઠકમાં પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો કે જે દુકાનોમાં તમાકુની પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે ત્યાં ખાણીપીણીનું વસ્તુઓ વેચી શકાશે નહીં. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ તે દુકાનોમાં ચા અને બિસ્કિટનું પણ વેચાણ થશે નહીં. આજની નવી પેઢી તમાકુના સેવન જેવી ખરાબ આદતોથી બચી શકે તે માટે મુદ્દે ચર્ચા યોજાઈ હતી.

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના રાજ્ય નોડલ અધિકારીના જણાવ્યા મુજબ કમિટીએ એવો નિર્ણય લીધો છે કે નિયમ એપ્રિલ ૨૦૨૧થી લાગુ કરવામાં આવશે. ઝારખંડ સરકારમાં નોકરી માટે ઈચ્છુક દરેક વ્યક્તિએ પ્રકારનું સોગંદનામું આપવાનું રહેશે કે તેઓ ઓફિસમાં અને ઓફિસની બહાર પણ તમાકુની પ્રોડક્ટ્સનું સેવન કરશે નહીં. અને જ્યાં સ્કૂલો આવેલી હોય તેના ૧૦૦ મીટરના અંતરમાં સિગારેટ અને ગુટખાનું વેચાણ કરતા દુકાનદાર વિરુદ્ધ પગલા લેવામાં આવશે. જેઓ ત્યાં સરકારી નોકરીમાં કાર્યરત છે તેમણે પણ સોગંદનામું કરવાનું રહેશે કે તેઓ તમાકુની પ્રોડક્ટ્સનું સેવન કરશે નહીં.

(7:33 pm IST)